નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિયો (Reliance Jio) ના યૂઝર્સ છો અને એકવાર રિચાર્જ કરાવી વર્ષની મજા માણવા ઈચ્છો છો તો જિયોની  પાસે તમારા માટે ઘણા શાનદાર પ્લાન છે. આ જિયોનો વાર્ષિક રિચાર્જ પ્લાન છે. જિયોના આ પ્લાનમાં તમને 1,095GB સુધી ડેટા મળે છે. આ રિચાર્જ પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે અન્ય ફાયદો પણ મળે છે. આવો જાણીએ જિયોના ક્યા-ક્યા અનલિમિટેડ પ્લાન છે અને તેમાં શું લાભ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

730GB ડેટા, દર મહિને ખર્ચ 240 રૂપિયા
રિલાયન્સ જિયોની પાસે 2879 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો દર મહિનાના ખર્ચ પ્રમાણે જોવામાં આવે તો જિયોના આ પ્લાનમાં એક મહિનાનો ખર્ચ 239.9 રૂપિયા આવે છે. પ્લાનમાં દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 730 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસનો લાભ પણ મળે છે. આ  સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ લોન્ચ થઇ રહ્યો છે Samsung નો ધમાકેદાર ડિસ્પ્લેવાળો Smartphone! ફીચર્સે જીત્યું દિલ


740GB ડેટા અને Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન, દર મહિને ખર્ચ 260 રૂપિયા
રિલાયન્સ જિયોનો એક પ્લાન 3119 રૂપિયાનો છે. પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ સિવાય પ્લાનમાં  10GB એક્સ્ટ્રા ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં કુલ 740 જીબી ડેટા મળે છે. એક મહિનાના ખર્ચ પ્રમાણે જુઓ તો આ પ્લાનમાં 259.9 રૂપિયાનો ખર્ચ આવે છે. તેમાં 1 વર્ષ માટે Disney+ Hotstar Mobile સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. પ્લાનમાં ફ્રી કોલિંગ અને  દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળે છે. પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


912.5GB ડેટા, દર મહિને ખર્ચ 250 રૂપિયા
રિલાયન્સ જિયોનો એક પ્લાન 2999 રૂપિયાનો છે. પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2.5જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 912.5GB ડેટા મળે છે. જો દર મહિનાના ખર્ચ પ્રમાણે જુઓ  તો તેમાં 249.9 રૂપિયાનો ખર્ચ આવે છે. આ પ્લાનમં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસનો લાભ પણ મળે છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube