નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ઘણી શાનદાર ઓફર આપી રહી છે. માર્કેટમાં એવા પ્રીપેડ પ્લાન છે, જેમાં તમને વધુ ડેટા, ફ્રી કોલિંગની સુવિધા અને બીજા લાભ પણ મળશે. આજે અમે તમને વોડાફોન-આઇડિયા, રિલાયન્સ જીયો અને એરટેલના કેટલાક એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને દરરોજ 4GB ડેટા, ફ્રી કોલિંગ અને બીજા ઘણા ફાયદા મળે છે. ખાસ વાત છે કે આ બધા પ્લાન 300 રૂપિયાથી ઓછી કિંમતના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 249 રૂપિયા વાળો પ્લાનઃ જો તમે જીયોનો પ્લાન ખરીદવા ઈચ્છો છો તો 249 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા, જીયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 1000 FUP મિનિટ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય જીયો એપ્સનું એક્સેસ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Whatsapp માં જોઈ શકાશે Instagram Reels, જાણો શું છે નવા ફીચરના ફાયદા


Airtel નો 298 રૂપિયાવાળો પ્લાનઃ 300 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનમાં એરટેલનો 298 રૂપિયાવાળો પ્લાન છે. તેમાં તમને દરરોજ 2 જીબી ડેટા, 28 દિવસની વેલિડિટી સાથે મળે છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી આપી રહી છે. સાથે એરટેલ એક્સટ્રીમ પ્રીમિયર અને વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. એરટેલ પોતાના સબ્સક્રાઇબર્સને FASTag ખરીદવા પર 150 રૂપિયાનું કેશબેક આપી રહ્યું છે. 


Vi નો 299 રૂપિયાવાળો પ્લાનઃ વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને 4જીબી ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવર અને ડબલ ડેટા બેનિફિટ પણ મળે છે, સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ફ્રી મળે છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube