Old Smartphone Selling Tips: સ્માર્ટફોનનો ક્રેઝ લોકોમાં એટલો વધારે છે કે થોડા મહિના પછી ફોનમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો પણ જુનો ફોન વેંચી અને નવો ફોન લઈ લેતા હોય છે. જોકે દર વખતે જ્યારે થોડા મહિના વાપરેલો ફોન પણ વેચવામાં આવે તો તેની કિંમત બરાબર મળતી નથી. પરંતુ જો તમે ધારો તો તમારા જુના ફોનના પણ તમને મોં માંગ્યા ભાવ મળી શકે છે. જો તમારે જૂનો ફોન પણ સારી કિંમતે વેંચવો હોય તો તમારે ફોન વેંચતા પહેલા તેમાં આ ચાર સેટિંગ કરવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમેરા ક્લીનીંગ


આ પણ વાંચો:


નોર્મલ TV પર હવે આરામથી જોઇ શકશો 3D ફિલ્મો, બસ ઘરે લઇ આવો આ સસ્તુ ડિવાઇસ


WhatsApp પર તમે સ્ટેટસ જોશો પણ સામેવાળાને ખબર પણ નહીં પડે, આ 3 ટ્રિક્સ અજમાવો


તમે જાણીને ચોંકી જશો પણ પૃથ્વી પર એક વાર જ્યારે અંતરિક્ષમાં અનેકવાર ઊગે છે સૂર્ય!


ફોન નવો હોય ત્યારે તો તેના વડે પિક્ચર ખૂબ જ સરસ ક્લિક થાય છે પરંતુ ધીરે ધીરે પિક્ચર ક્વોલિટી ખરાબ થવા લાગે છે. આમ થવાનું કારણ હોય છે કેમેરાના લેન્સમાં જામતી ગંદકી. જો તમારા કેમેરાનો લેન્સ ખરાબ થઈ ગયો હશે તો તેને વહેંચતી વખતે કિંમત બરાબર નહીં મળે. તેથી ફોન વેંચતા પહેલા કેમેરા લેન્સ અને સ્ક્રીનને ક્લીન કરાવી લેવા જોઈએ.


બેટરી બુસ્ટિંગ


જો તમે સ્માર્ટફોનને વધારે સમય ઉપયોગમાં લીધો નથી અને તમારે તેને વેંચવો છે તો તમે તેની બેટરી બુસ્ટ કરાવી શકો છો. આમ કરવાથી તમે જેને સ્માર્ટફોન વેંચો છો તેને બેટરી સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે અને તે તમને સારા ભાવ પણ આપશે.


કેબિનેટ ચેન્જ કરાવો


સ્માર્ટફોનને તમે સાચવીને વાપરતા હોય તેમ છતાં પણ તેની બોડી ઉપર સ્ક્રેચ દેખાવા લાગે છે જો તમે સ્માર્ટફોન બદલી રહ્યા છો તો તમારા જુના સ્માર્ટફોનની કેબિનેટ ચેન્જ કરાવી લેવી જેથી તમારો જુનો સ્માર્ટફોન પણ નવા જેવો જ દેખાવા લાગશે.


ડિસ્પ્લે કરો રીપેર


સ્માર્ટફોનની ડિસ્પ્લે ઉપર પણ નાના મોટા સ્ક્રેચ થઈ જતા હોય છે. જેના કારણે ફોન વેંચવા જતા કિંમત બરાબર મળતી નથી. જો તમે ફોન વેંચવા જાવ ત્યારે સારી એવી કિંમત મેળવવી હોય તો ફોનની ડિસ્પ્લેને પણ રીપેર કરાવી લો.