નવી દિલ્હીઃ મોબાઈલ કંપનીઓ હવે વેરિફિકેશન માટે આધાર માગી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે ગ્રાહકના વેરિફિકેશન માટે તેમના દ્વારા આધાર કાર્ડ માગવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ટેલિકોમ કંપનીઓને આશંકા છે કે, આ ફેરફારને કારણે હવે ગ્રાહકને નવું કનેક્શન આપવામાં 10 ગણો વધુ સમય લાગશે. પહેલા આધાર દ્વારા વેરિફિકેશન કરીને 30 મિનિટમાં નવું કનેક્શન આપી દેવાતું હતું, પરંતુ હવે ગ્રાહકે 5-6 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. કેમ કે, આ દરમિયાન તેમનું એડ્રેસ વેરિફાઈ થશે. એવું લાગે છે કે, હવે આપણે ફરીથી જૂના યુગમાં પાછા આવી જઈશું. નવું કનેક્શન આપવામાં સમય લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોચની અદલતે સમાપ્ત કરી અનિવાર્યતા
ટોચની અદાલતે જણાવ્યું હતું કે, આધાર કાર્ડ/નંબરને બેન્ક ખાતા સાથે લિંક/જોડવું અનિવાર્ય નથી. આ જ રીતે ટેલિકોમ સેવા આપતી કંપનીઓ ગ્રાહકોને પોતાના ફોન સાથે આધારને લિન્ક કરવા કહી શકશે નહીં. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડી.જી. રાજન મેથ્યુએ જણાવ્યું કે, ટેલિકોમ ઉદ્યોગ કોર્ટના ચૂકાદા પર અમલ કરશે. સાથે જ સંદેશાવ્યવહાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પણ પાલન કરવું પડશે. 



હવે રૂ.300થી વધુ ખર્ચ થશે વેરિફિકેશનમાં 
આધાર દ્વારા ગ્રાહકનું વેરિફિકેશન કરવા પાછળ અત્યારે રૂ.30નો ખર્ચ થાય છે. હવે ફરી જૂની પદ્ધતિથી વેરિફિકેશન તશે. ઈટીના રિપોર્ટ અનુસાર ગ્રાહકના ઘરે એક્ઝીક્યુટીવ જશે અને વેરિફાય કરશે. જેના કારણે આ ખર્ચ હવે વધીને રૂ.250થી 300 સુધીનો થઈ જસે. શહેરોમાં આધાર કાર્ડની મદદથી સિમ કાર્ડ લેનારાની સંખ્યા 50 કરોડની નજીક છે. જ્યારે નવા ગ્રાહક (લગભગ 80 %) દ્વારા જ વેરિફિકેશનને પ્રાથમિક્તા આપે છે. 


વર્ચ્યુઅલ આઈટી બની શકે વિકલ્પ
જોકે, અગાઉ સરકારે ટેલિકોમ ઓપરેટરોને સુચના આપી હતી કે, તેઓ પોતાની સિસ્ટમ અને નેટવર્કમાં ફેરફાર કરીને આધાર નંબરને સ્થાને વર્ચ્યુઅલ આઈડીની સુવિધા આપી અને મોબાઈલ ગ્રાહક માટે 'લિમિટેડ કેવાયસી' મિકેનિઝમને અપનાવે. વર્ચ્યુઅલ આઈડી કોઈ વ્યક્તિના આધાર નંબર પર મેક કરવામાં આવેલી 16 આંકડાની એક સંખ્યા હોય છે.