નવી દિલ્હી: જાન્યુઆરી 2020માં, Gionee એ Steel 5 નામે 5000 mAh બેટરી સાથે એક સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ હવે Gionee એ 4350 mAh બેટરી અને ટ્રિપલ કેમેરાવાળો Gionee K6 લોન્ચ કર્યો છે. Gionee ફક્ત 9000 રૂપિયામાં આ સ્માર્ટફોનમાં 6 GB અને 128 GB સ્ટોરેજ આપી રહ્યું છે. અત્યારે આ સ્માર્ટફોન ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે. Gionee K6 માર્કેટમાં બ્લેક અને બ્લૂ કલર ઓપ્શનમાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gionee K6 ની કિંમત RMB 799 (8,450) રૂપિયાથી શરૂ થાય છે. Gionee K6 ના RMB 799 માં 6 GB રેમ+128 GB મેમરીવાળુ મોડલ મળે છે. RMB 899 (9500 રૂપિયા)માં Gionee K6 ના 8 GB રેમ+128 GB  સ્ટોરેજ મેમરી મળે છે.


Gionee K6માં 6.2 ઇંચની HD+ સપોર્ટવાળો LCD ડિસ્પ્લે છે. આ સાથે જ આ ફોનમાં Waterdrop notch છે, જેના કટ-આઉટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાછળની તરફ કંપનીએ 16 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને બે Auxiliary કેમેરો આપવામાં આવ્યો છે. 


આ ફોનમાં એક Capacitive ફિંગરપ્રિંટ સ્કેનર છે. આ ફોન MediaTek Helioના પી 60 ચિપસેટથી ચાલે છે. આ ફોનમાં 4,350 mAhની બેટરી છે અને 10 વોટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ (Android) 7.1 Nougat ઓપરેટિંગ સિસ્ટમ છે. અત્યારે આ ફોન ભારતમાં લોન્ચ કરવાની તારીખ આવી નથી. Gioneeના આ ફોનને ભારતમાં જલદી લોન્ચ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube