નવી દિલ્લીઃ ટેક્નોલોજીની દુનિયામાં લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ નિર્ભર થયા છે. જેના કારણે અલગ અલગ કામ માટે વિવિધ એકાઉન્ટ બનાવવામાં આવે છે. ઘણા એકાઉન્ટ હોવાના કારણે પાસવર્ડને યાદ રાખવું તે મુશ્કેલ થતુ હોય છે. ઘણી વખતે લોકો પાસવર્ડ ભૂલી જવાના કારણે યૂઝર્સ એપ અથવા એકાઉન્ટ પર સરળતાથી પાસવર્ડ રિસેટ કરતા હોય છે, જોકે Gmailમાં પાસવર્ડ રિકવરીની પ્રક્રિયા જટીલ છે. જેના કારણે યૂઝર્સ પોતાનું પાસવર્ડ રિકવર કરી શકતા નથી, અને તેઓ પોતાના એકાઉન્ટને ગુમાવી દેતા હોય છે. આજે તમને એક એવી ટ્રિક વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે ઈમેઈલ ID અને ફોન નંબર વગર Gmailના એકાઉન્ટને રિકવર કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિકવરી ફોન નંબર અથવા ઈમેઈલ ID નાખો:
જ્યારે તમે Gmail એકાઉન્ટ બનાવો છો, ત્યારે ગૂગલ તમને રિકવરી ઈમેઈલ ID અથવા ફોન નંબર નાખવાનું કહે છે. એકાઉન્ટ બનાવતી સમયે બન્ને જાણકારી નાખીએ તો તેમાં ફાયદો રહે છે. જેથી યૂઝર્સ સરળતાથી એકાઉન્ટને રિકવર કરી શકે છે, જો તમે આ પ્રક્રિયાને નથી કરતા તો તમને લાંબી પ્રક્રિયાથી પ્રસાર થવું પડે છે.


આ પ્રોસેસથી પાસવર્ડને કરો રિસેટ:


  • આ પ્રોસેસથી તમે પોતાના Gmailમાં ભૂલાયેલા પાસવર્ડને રિસેટ કરી શકો છો, જેના માટે નીચે જણાવેલા સ્ટેપને ફોલો કરો

  • સૌપ્રથમ Gmailના Login પેજ પર જાઓ, ત્યાં ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરો

  • જો તમારી પાસે બેકઅપ Gmail અથવા ફોન નંબર નથી, તો તમારે બીજી રીતથી પ્રોસેસ કરવાની રહેશે. આ દરમિયાન તમને અગાઉનો પાસવર્ડ નાખવા માટે કહેવામાં આવશે

  • જો તમને અગાઉનો પાસવર્ડ યાદ નથી તો Try Another Way પર ક્લિક કરો

  • ત્યાર બાદ I do not have my Phone number પર ક્લિક કરો

  • હવે જે પેજ ખુલશે, તેના પર તમને એક મેસેજ દેખાશે, જેમાં તમને કેટલાક સવાલના જવાબ આપવાના રહેશે. અને ત્યાર બાદ Try Again પર ક્લિક કરીને આગળ વધો

  • સિક્યોરિટી પ્રશ્નોના જવાબ આપીને તમે આગળ વધી શકશો

  • આ પ્રક્રિયા બાદ તમારું Gmail એકાઉન્ટ રિકવર થઈ શકશે.