Vehicles Scrapping Policy: પોતાના અનોખા અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવી જાહેરાત કરી છે જેનાથી કાર ચલાવનારા ખુશ થઈ જશે. જી હાં, સરકાર તરફથી સતત પ્રદૂષણના સ્તરને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખતા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઘણા કોમર્શિયલ અને વ્હીકલ મેન્યુફેક્ચરર જૂના વ્હીકલને સ્ક્રેપ કરવા અને વેલિડ ડિપોઝિટ સર્ટિફિકેટ (Valid Certificate of Deposit)ના આધાર પર નવું વ્હીકલ લેવા પર છૂટની રજૂઆત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું વાહન ખરીદવા પર છૂટ આપવા માટે સહમત
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે મારી ભલામણના જવાબમાં ઘણા કોમર્શિયલ અને પેસેન્જર વ્હીકલ નિર્માતા વેલિડ ડિપોઝિટ સર્ટિફિકેટની સાથે જૂના વ્હીકલને સ્ક્રેપ કરવા પર નવું વાહન ખરીદવા પર છૂટ આપવા માટે સહમત થયા છે. તેમણે કહ્યું કે આ પહેલથી આપણા રસ્તા વધુ સાફ અને સેફ રહેશે. અમારો પ્રયાસ રસ્તાઓને વધુથી વધુ સાફ રાખવા અને તેના પર સારા વાહનોની હાજરી છે.


આ પણ વાંચોઃ Jio એ કર્યો ધમાકો! 160 થી ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા, સાથે મળશે આ લાભ


દોઢથી ત્રણ ટકા સુધીની છૂટ મળવાની સંભાવના
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર મોટી વાહન નિર્માતા કંપનીઓ તરફથી જૂના વાહનોને સ્ક્રેપ કરવા અને નવા ખરીદનારને દોઢથી સાડા ત્રણ ટકા સુધીની છૂટ આપવાની આશા કરવામાં આવી રહી છે. આ પહેલા SIAM ના અધ્યક્ષ વિનોદ અગ્રવાલે કહ્યું કે અમે આશા કરી રહ્યાં છીએ કે સરકારે વાહનોને સ્ક્રેપ કરવા માટે પ્રોત્સાહન પર અન્ય વિચાર કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે સ્ક્રેપ પોલિસી પહેલાથી લાગૂ છે પરંતુ અમે તેને વધુ અસર જોઈ નથી.


વધુ પ્રોત્સાહન આપવાની જરૂર
તેમણે તે પણ કહ્યું કે પ્રદૂષણ ફેલાવનારા જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે સરકાર તરફથી વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. મને લાગે છે કે સરકાર આ વખતે પોતાના તરફથી આગળ પગલાં ભરવા જોઈએ.