Google ની જાહેરાત! 31 મેથી આ Apps પર લાગશે પ્રતિબંધ, જલદી કરો આ કામ બાકી....
ગૂગલે પોતાની નવી ફાઇનાન્શિયલ સર્વિસ પોલિસીને જારી કરી છે, જે અનુસાર તે 31 મે 2023 પહેલા પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઓનલાઇન લોન આપનારી એપ્સ પર પ્રતિબંધ લગાવશે.
નવી દિલ્હીઃ ગૂગલ (Google) એ પોતાની નવી ફાઈનાન્શિયલ સર્વિસ પોલિસીને જારી કરતા જાગેરાત કરી છે કે, જે અનુસાર તે 31 મે 2023 પહેલા પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઓનલાઇન લોન આપનારી એપ્સને પ્રતિબંધિત કરશે. તેવામાં જે લોકો આ એપ્સનો ઉપયોગ કરે છે અને જેના ફોનમાં તે સંબંધિત પર્સનલ ડેટા હાજર હોય છે, તેણે ધ્યાનમાં રાખવું પડશે કે તે પોતાનો ડેટા સુરક્ષિત કરે કે પછી હેટાને હટાવી દે. બાકી 31 મે બાદ તે ડેટાને ઓટોમેટિકલી હટાવી દેવામાં આવશે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
ઓનલાઇન લોન આપનાર એપ્સ પર લાંબા સમયથી છેતરપિંડીનો આરોપ લાગતો રહ્યો છે. કેન્દ્ર સરકારે આ સમસ્યાને જોતા આ એપ્સ પર કડકાઈ વર્તી છે. આ એપ્સને લિમિટેડ કરી દેવામાં આવી છે જે લોન આપે છે. તેમનું કામ સારી રીતે કરવા બદલ પણ તેમને હેરાન થવું જોઈએ. આ સિવાય આ એપ્સ પર યુઝર્સના કોન્ટેક્ટ્સ, ફોટો વગેરે જેવા સેન્સિટિવ ડેટાની ચોરી કરવાના આરોપો પણ લાગેલા છે.
આ પણ વાંચોઃ ક્યારેય રહેવા માટે ઘર નહોતું, આજે 6 આંકડામાં છે આવક...આવી છે Youtuber અદિતિની કહાની
ગૂગલે પોલિસીને કરી અપડેટ
તે માટે ગૂગલે પોતાની પર્સનલ લોન પોલિસીને અપડેટ કરી દીધી છે, જેથી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ લેન્ડિંગ એપને બંધ કરી શકે. આ પોલિસી અનુસાર એપ્સ હવે યૂઝર્સના એક્સટર્નલ સ્ટોરેજમાંથી ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, લોકેશન અને કોલ લોગને એક્સેસ કરી શકશે નહીં. આ એક પ્રયાસ છે જેથી એપ્સ યૂઝર્સની ગોપનીયતાને સુરક્ષિત રાખી શકે.
તેવામાં મોબાઇલ એપ્સના માધ્યમથી લોન લેનાર લોકોની ફરિયાદ તે વાતને લઈને છે કે તેને કારણ વગર પરેશાન કરવામાં આવે છે. લોન વસૂલ કરવા માટે એજન્ટ હંમેશા આ પ્રકારની ખોટી પ્રથાઓનો ઉપયોગ કરે છે, જેમ કે તેના ફોટો અને કોન્ટેક્ટનો ઉપયોગ કરવો વગેરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube