નવી દિલ્હી: પાસવર્ડ અને ટેક્સ્ટ મેસેજ જેવા યૂઝર ડેટા ચોરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલી એક કુખ્યાત એન્ડ્રોઈડ બેંકિંગ ટ્રોજન, Google Play માં શોધવામાં આવી છે અને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી છે. ટીબોટ બેંકિંગ ટ્રોજન જેને અનાત્સા અને ટોડલર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પ્રથમ વખત મેં 2021 માં ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવેલા ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન કોડને ચોરી કરી યુરોપિયન બેંકોને ટાર્ગેટ કરતા જોવા મળી હતી. ક્લિફીના એક નવા રિપોર્ટમાં હવે કહેવામાં આવ્યું છે કે માલવેર બીજા તબક્કાના દુર્ભાવનાપૂર્ણ પેલોડ દ્વારા ડિસ્ટ્રિબ્યૂશનને સામેલ કરવા માટે વિકસિત થઈ છે અને હવે રશિયા, હોંગકોંગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં યૂઝર્સને ટારગેટ કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ સાથે થઈ રહ્યું છે આ
ક્લિફીનું કહેવું છે કે, જ્યારે માલવેરને અગાઉ એસએમએસ- આધારિત ફિશિંગ કેમ્પેન્સના માધ્યમથી કેટલીક સામાન્ય એપ જેવી કે ટીટીવી, વીએલસી મીડિયા પ્લેયર અને ડીએચએલ અને યૂપીએસ જેવી શિપિંગ એપનો ઉપયોગ કરી વિતરિત કરવામાં આવ્યો હતો. તેના સંશોધકોનું કહેવું છે કે, દુર્ભાવનાપૂર્ણ Google Play એપ કામ કરી રહ્યું હતું. નકલી ઇન-એપ અપડેટના માધ્યમથી ટીબોટ આપવા માટે એક ડ્રોપર. ડ્રોપર એવી એપ છે જે કાયદેસર દેખાય છે, પરંતુ વાસ્તવમાં બીજા તબક્કાના દુર્ભાવનાપૂર્ણ પેલોડ પ્રદાન કરે છે.


આ રીતે બનાવી રહ્યા છે શિકાર
એપ, ક્યૂઆર કોડ અને બારકોડ- સ્કેનર હટાવ્યા બાદ તેની શોધ થઈ ત્યાં સુધીમાં 10 હજારથી વધુ વખત ડાઉનલોડ થઈ ગઈ હતી. કેમ કે, એપ આપેલા વચન પ્રમાણે કાર્યક્ષમતા પ્રદાન કરે છે. એપના લગભગ તમામ રીપ્યૂઝ પોઝિટિવ છે. જો કે, એપ કાયદેસર દેખાય છે, તે તરત જ બીજી એપ્લિકેશન, QR કોડ સ્કેનર: એડ-ઓન ડાઉનલોડ કરવાની પરવાનગીની વિનંતી કરે છે, જેમાં ઘણા ટીબોટ નમૂનાઓ છે.


એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, ટીબોટ લોગિન ક્રેડેન્શિયલ, SMS મેસેજ અને ટૂ-ફેક્ટર કોડ્સ જેવી સંવેદનશીલ માહિતી મેળવવા માટે ઉપકરણની સ્ક્રીનને જોવા અને નિયંત્રિત કરવાની પરવાનગી માંગે છે. તે અન્ય દૂષિત Android એપ્લિકેશન્સની જેમ Android ની એક્સેસિબિલિટી સેવાનો પણ દુરુપયોગ કરે છે. પરવાનગીઓની વિનંતી કરવા માટે જે માલવેરને કીબોર્ડ એન્ટ્રીઓ રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે.


400 થી વધુ એપ્સ ટાર્ગેટ પર
ક્લિફીનું કહે છે કે ટીબોટ હવે 400 થી વધુ એપ્લિકેશનને ટાર્ગેટ કરી રહ્યું છે, જેમાં હોમ બેંકિંગ એપ્સ, વીમા એપ્સ, ક્રિપ્ટો વોલેટ્સ અને ક્રિપ્ટો એક્સચેન્જ સામેલ છે, જે એક વર્ષથી ઓછા સમયમાં 500% થી વધુની વૃદ્ધિ દર્શાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube