નવી દિલ્હીઃ ગૂગલે એકવાર ફરી મોટું પગલું ભરતા પ્લે સ્ટોરથી 240થી વધુ મોબાઇલ એપ્સને બ્લોક કરી દીધી છે. આ બધી એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ચાલતી હતી. તેવામાં જો આ એપ તમારા ફોનમાં છે તો તમે જલદીથી ડિલીટ કરી દો, જેથી તમારા સ્માર્ટફોનની સાથે તમે પણ સુરક્ષિત રહી શકો. ગૂગલે આ કાર્યવાહી એટલા માટે કરી છે, કારણ કે આ 240 એપ યૂઝરને અલગ-અલગ બિનજરૂરી જાહેરાત દેખાડતી હતી અને ગૂગલના નિયમોનો ભંગ કરી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલની સિક્યોરિટી ટીમે આ એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહીનો રસ્તો સાફ કર્યો અને પછી એપને બ્લોક કરી દીધી. તેમાં સૌથી વધુ એપ્સ RAINBOWMIX ગ્રુપની છે. આ ગ્રુપની એપ્સની દરરોજ 1.4 કરોડ લોકો સુધી પહોંચ હતી અને તે પેકર સોફ્ટવેર દ્વારા દરરોજ 1.5 કરોડો લોકો સુધી અલગ અલગ જાહેરાત પહોંચાડતી હતી. 


યૂઝર્સને પડતી હતી મુશ્કેલી
ગૂગલે યૂઝરોને ચેતવણી આપી કે તે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી RAINBOWMIX ગ્રુપની એપ્સને જલદી ડિલીટ કરી દે. આ ગ્રુપ લાંબા સમયથી ગૂગલના નિમયોનો ભંગ કરી રહ્યું હતું અને જ્યારે શોધકર્તાઓએ  White Ops સંસ્થાની મદદથી આ સ્કેમ પરથી પડદો ઉઠાવ્યો ત્યારે ગૂગલની મોટી કાર્યવાહી સામે આવી છે. હકીકતમાં અણગમતી એપથી જ્યાં યૂઝરને પરેશાની થઈ રહી હતી તો તેના ફોનની સ્પીડ પ્રભાવિત થઈ રહી હતી. તેવી સ્થિતિમાં ગૂગલે આ એપ્સને બ્લોક કરવી યોગ્ય સમજી છે. 


ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, આ છે કારણ


મોબાઇલ એડ ફ્રોડ મોટો પડકાર
ગૂગલ પ્લે સ્ટોર પર આ પહેલા પણ સમયે-સમયે ઘણી એપ્સને બ્લોક કે બેન કરવામાં આવી ચુકી છે. યૂઝરોની સુવિધા માટે આ પ્રકારના પગલા ભરવામાં આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મોબાઇલ એડ ફ્રોડ ઇન્ડસ્ટ્રીઝની સામે મોટો પડકાર છે, જે અનેક રીતે સામે આવે છે. તેનાથી યૂઝરને વધુ નુકસાન થાય છે અને આ ખતરનાક એપ્સને કારણે સારી અને જરૂરી મોબાઇલ એપ્લિકેશન પર પણ તેનો પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં જાહેરાતકર્તાઓ અને પ્રકાશકોને પણ ખુબ નુકસાન થાય છે. ગૂગલે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે પોલિસી બનાવી છે અને જે પણ એપ કોઈ પ્રકારના નિયમોનો ભંગ કરે છે તો તેને બેન કે બ્લોક કરી દેવામાં આવે છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube