Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ
ગૂગલમાં મોબાઇલ પેમેન્ટ એપના વિરોધી પેટીએમે ફરિયાદ કરી હતી કે અમેરિકાની કંપની ગૂગલ ગ્રાહકોના ડેટાનો પ્રયોગ જાહેરાત અને અન્ય કોમો માટે કરી રહી છે.
નવી દિલ્હી: ગૂગલે ઇન્ડિયન ડિઝિટલ પેમેન્ટ મોબાઇલ એપ્લિકેશન પ્રતિ પોતાની નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલમાં મોબાઇલ પેમેન્ટ એપના વિરોધી પેટીએમે ફરિયાદ કરી હતી કે અમેરિકાની કંપની ગૂગલ ગ્રાહકોના ડેટાનો પ્રયોગ જાહેરાત અને અન્ય કોમો માટે કરી રહી છે. પેટીએમની આ ફરિયાદ પછી ગ્રાહકોના ડેટાની સુરક્ષાને લઇ ચર્ચામાં વધારો થયો છે. આ વાત પર ચર્ચા કરવામાં આવી રહી છે કે ટેકનિકલ કંપનીઓ ભારતીય લોકોના ડેટાનો દેશ અને દેશની બહાર કોઇ રીતે ઉપયોગ કરી રહી છે.
વાંચવા માટે અહીં ક્લિક કરો: ગૂગલ પ્લે સ્ટોરમાં સંતાયેલું હોઈ શકે છે સ્માર્ટફોનને ડેમેજ કરતું માલવેયર!
પેટીએમે કરી હતી ફરિયાદ
દેશમાં લેણદેણના નિયમો પર નજર રાખતી સંસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં પેટિએમે ફરિયાદ કરી હતી. ભારતમાં ગૂગલ પે એપની પ્રાઇવેસી પોલિસી નીતિ ભારતના ગ્રાહકોની પ્રાઇવેટ જાણકારીની સુરક્ષા પ્રદાન કરી રહી નથી. ગૂગલ પ્લેની નીતિના અંતર્ગત અહીંયા ભારતીય ગ્રાહકોનો ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે અને આ ડેટાનો પ્રયોગ તેમના વિશે લોકોની જાણકારી પણ આપવામાં આવી શકે છે.
વાંચવા માટે ક્લિક કરો: સાવધાન: ટ્વિટર પર બગનો હુમલો, અજ્ઞાત ડેવલપરના 30 લાખ યૂઝરને સંદેશ મળ્યાની આશંકા
ગૂગલે કર્યો પોલિસીમાં ફેરફાર
રોયટર્સ દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં જોવા મળ્યું છે કે ગૂગલ પે પોતાની પ્રાઇવેસી પોલિસીમાંથી લોકોની જાણકારી આપવાની વાતને હટાવી દીધી છે. ગૂગલની તરફથી રોયટર્સે જણાવ્યું હતું કે ગૂગલની પ્રાઇવેસી પોલિસીમાં તેના માટે ફેરફાર કરવામાં આવ્યો છે જેથી ગ્રાહક ગૂગલની મોનેટાઇઝેશન અને ડેટા વપરાશ પોલિસીને સરળતાથી સમજી શકે. જોકે કંપનીની તરફથી પેટીએમની ફરિયાદ પર કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી ના પાડી હતી. ગૂગલના પ્રવક્તાના અનુસાર આ રીતના ફેરફારો પ્રોડક્ટના ફિચર્સ અને તેને વધારે સારું બનાવવા માટે સમય-સમય પર કરવામાં આવી રહ્યાં છે.