Google Chrome વાપરનારા થઈ જાવ સાવધાન! નહીં તો આવી શકે છે મોટી મુશ્કેલી
Google ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને અન્ય બ્રાઉઝરોના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા રહ્યા છો તો તમારે ફોનના ગેજેટ્સની સેટિંગ બદલવી પડશે. તેમાં વધારે સમય નહીં લાગે. ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે મોટાભાગના લોકો ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને બીજા બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. પરંતુ યૂઝર્સની સામે એક મોટી સમસ્યા છે. ઓનલાઈન રહેતા તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સેટિંગમાં જઈને અમુક ફેરફાર કરવો પડશે, જે અમુક મિનિટોમાં થઈ જશે. પ્રાઈવેસી રાખવા માટે તમારે અમુ બદલાવો કરવા પડશે. જે હાલના સમયમાં ઘણા મહત્વપૂર્ણ વિષયોમાંથી એક છે.
નવી દિલ્હી: Google ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને અન્ય બ્રાઉઝરોના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા રહ્યા છો તો તમારે ફોનના ગેજેટ્સની સેટિંગ બદલવી પડશે. તેમાં વધારે સમય નહીં લાગે. ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે મોટાભાગના લોકો ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને બીજા બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. પરંતુ યૂઝર્સની સામે એક મોટી સમસ્યા છે. ઓનલાઈન રહેતા તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સેટિંગમાં જઈને અમુક ફેરફાર કરવો પડશે, જે અમુક મિનિટોમાં થઈ જશે. પ્રાઈવેસી રાખવા માટે તમારે અમુ બદલાવો કરવા પડશે. જે હાલના સમયમાં ઘણા મહત્વપૂર્ણ વિષયોમાંથી એક છે.
તરત કરો સેટિંગ્સમાં ફેરફાર:
આજકાલ પ્રાઈવેસી રાખવી પહેલા કરતાં વધારે જરૂરી બની ગઈ છે. ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ જેવા બ્રાઉઝરો પર પ્રાઈવેસી એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે. તમે જાહેરાતો બંધ કરી શકશો નહીં, પરંતુ ઘણા નવા અપડેટ્સ છે. જે તમારી પ્રાઈવેસી જાળવી શકે છે. પરંતુ યૂઝર્સે તે ઈન્સ્ટોલ કરવી પડશે. સીએનઈટી અનુસાર, કહેવાયું છે કે તમે તમારી પ્રાઈવેસી સેટિંગ્સને વધારી શકો છો અને ઓનલાઈન સુરક્ષિત રહી શકો છે.
Google ક્રોમ યૂઝર્સ આ રીતે પ્રાઈવેસી વધારો:
જો તમે ગૂગલ ક્રોમ યૂઝર્સ છો તો તમને ખબર હોવી જોઈએ કે બ્રાઉઝરને દુનિયાના સૌથી ઓછા પ્રાઈવેટ બ્રાઉઝરમાંથી એક માનવામાં આવે છે ગુગલે ઈન્ડિપેન્ડેન્ટ ડેવલપર્સને પ્રાઈવેસી-ફોકસ્ડ એક્સટેંશન લાગૂ કરવાની અનુમતિ આપી છે. જો તમે ક્રોમ પર વધારે પ્રાઈવેસી રાખવા માગો છો તે આટલું કરો.
1.Google ક્રોમ વેબ સ્ટોરમાં ઓપન કરો.
2.જ્યાં એક્સટેંશન પર ક્લિક કરો અને સર્ચ બારમાં એ એક્સટેંશનનું નામ લખો જેને તમે શોધી રહ્યા છે.
3.તમને જ્યારે તમને જોઈએ છે તે એક્સટેંશન મળી જાય તો ત્યાં Add to Chrome પર ક્લિક કરો.
4. એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં જણાવ્યું હશે કે, તમારા બ્રાઉઝર માટે એક્સટેંશન પાસે કઈ મંજૂરી હશે.
5.એક્સટેંશનને પોતાના બ્રાઉઝરમાં લાવવા માટે એક્સટેંશન પર ક્લિક કરો.
સફારી યૂઝર આવી રીતે બ્રાઉઝર સુરક્ષિત કરો:
જો તમે એપ્પલ ઉપયોગકર્તા છો અને સફારી તમારી પસંદનું બ્રાઉઝર છે તો તમને એ જાણીને આનંદ થશે કે સફારી તમારી પ્રાઈવસ જાળવી રાખવા માટે બ્રાઉઝરનું ઈન્ટેલિજન્ટ ટ્રેકિંગ ટૂલ એક્ટિવ કરે છે. જોકે, તમારો હેન્ડસેટ હજુ પણ પુરી રીતે સુરક્ષિત નથી. નવું સફારી બ્રાઉઝર તમને જણાવે છે કે, તમે જે વેબસાઈટ પર જઈ રહ્યા છો, તેના પર કયું એડ ટ્રેકર ઓન છે અને તે એડ ટ્રેકર્સનો 30 દિવસનો રિપોર્ટ તમને આપે છે.
1. સફારી ખોલો અને રેફરેન્સિંસ પર ક્લિક કરો.
2. પ્રાઈવેસી પર જાવ
3. બોક્સની પાસે પ્રિવેંટ ક્રોસ-સાઈટ ટ્રેકિંગ ચેક્ડ થવું જોઈએ.
4. તમે ન્યૂઅલ રૂપથી કુકીઝને હટાવી શકો છો. મેનેજ વેબસાઈટ ડાટા પર ક્લિક કરીને તમે જાણી શકો છો કઈ સાઈટોએ પોતાના ટ્રેકર્સ અને કુકીઝ છોડી છે.
5. તમે અહીંથી કુકીઝને હટાવી શકો છો.
Firefox યુઝર્સ આ રીતે કરી શકે પોતાના બ્રાઉસરને સુરક્ષિત:
જો તમે ફાયરફોક્સ યુઝર છો, તો ક્રોમના પ્રમાણમાં તામરું બ્રાઉઝર વધુ સુરક્ષિત છે. તો પણ, તમે ટૂલબારના લેફ્ટ સાઈડ પર સ્થિત થ્રી લાઈન મેન્યુ પર ક્લિક કરો. પછી પ્રફિરન્સીસ પર ક્લિક કરો અને ત્યારબાદ સિક્યોકિટી પર જાવો. જ્યાં તમે સ્ટાન્ડર્ડ, સ્ટ્રિક્ટ અથવા કસ્ટમમાંથી એક ઓપશન સિલેક્ટ કરી શકો છો.