નવી દિલ્હી: Google ને યુરોપમાં મોટો ઝટકો લાગ્યો છે. જો કે આ સમાચાર માત્ર Google માટે જ નહીં પરંતુ વેબસાઇટ માલિકો માટે પણ માઠા સમાચાર છે. એક કેસની સુનાવણીમાં ઑસ્ટ્રિયાની એક અદાલતે જણાવ્યું છે કે Google Analytics યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રિયામાં Google Analytics ને Illegal કહેવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધાનું કારણ General Data Protection Regulation (GDPR) છે. વર્ષ 2018માં અમલમાં આવેલા જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન હેઠળ યુરોપના નાગરિકોને તેમના અંગત ડેટા પર વધુ નિયંત્રણ આપવામાં આવ્યું છે. આ નિયંત્રણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે.


શું છે કારણ?
હકીકતમાં, વર્ષ 2020 માં કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ યુરોપિયન યુનિયન પોલિસીઝ (CJEU) ના એક ચુકાદો સંભળાવ્યો હતો. જે મુજબ યુએસ વેબસાઇટ પ્રોવાઈડર્સ દ્વારા યૂઝર્સનો પર્સનલ ડેટા ઓથોરિટીઝને શેર કરવા GDPR વિરુદ્ધ છે. જો કે, વર્ષ 2020 પહેલા પ્રાઈવસી શીલ્ડ નામનો એક કાયદો હતો, જેના હેઠળ યુરોપિયન ડેટા યુએસમાં ટ્રાન્સફર કરી શકાતો હતો, પરંતુ 16 જુલાઈ 2020 ના રોજ CJEU એ આ કાયદાને અમાન્ય કરી દીધો.


ત્યારથી અમેરિકન વેબસાઇટોએ GDPR હેઠળ કામ કરવું પડે છે. 2020 માં આવેલા CJEU ના નિર્ણય પછી પણ ઘણા સેવા પ્રદાતાઓ યૂઝર્સનો પર્સનલ ડેટા અમેરિકા મોકલી રહ્યા હતા, જેમાં Google Analytics પણ સામેલ છે.


વપરાશકર્તાને થઈ શકે છે દંડ
ઑસ્ટ્રિયન ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ CJEU ના નિર્ણયને ફોલો કરતા Google Analytics નો ઉપયોગ ગેરકાયદેસર જાહેર કર્યો છે. આવી સ્થિતિમાં વેબસાઇટ્સે આ નિયમોનું શક્ય એટલું જલદી પાલન કરવું પડશે, અન્યથા કાયદાના ઉલ્લંઘન હેઠળ તેમને દંડ થઈ શકે છે.


યુરોપમાં કાર્યરત વેબસાઇટ્સે Google Analytics નો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે અને અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે. નિયમોની અવગણના કરવા બદલ તેમને ભારે દંડ ભરવો પડી શકે છે. અહેવાલોનું માનીએ તો આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશને કાયદાનું પાલન ન કરવા બદલ WhatsAppને 225 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube