નવી દિલ્હીઃ Bard AI Tool: ચેટ જીપીટી કેટલાક સમયથી ખુબ પોપ્યુલર બની ગયું છે અને તેનું કારણ છે તેનું મનુષ્ય જેવું વર્તન. આ વર્તનને કારણે લોકો ચેટ જીપીટીને ખુબ પસંદ કરી રહ્યાં છે. ચેટ જીપીટી આવવાથી ગૂગલ પર સંકટના વાદળો છવાયા છે પરંતુ હવે ગૂગલે બાજી પલટવાની તૈયારી કરી લીધી છે. હકીકતમાં કંપની એક એવું એઆઈ ટૂલ લઈને આવી છે જે ચેટ જીપીટીને કાંટાની ટક્કર આપી શકે છે. જો તમને તેના વિશે જાણકારી નથી તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bard નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ તકનીકથી લેસ ટૂલ ગૂગલ તરફથી રજૂ કરવામાં આવ્યું છે જે ચેટ જીપીટીને કાંટાની ટક્કર આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હકીકતમાં આ એક ચેટબોટ છે જે ઠીક તે રીતે લોકોના સવાલોના જવાબ આપે છે જે રીતે ચેટ જીપીટીને તૈયાર કરવામાં આવ્યું છે. તે આવ્યા બાદ લોકો માની રહ્યાં છે કે હવે ગૂગલ એકવાર ફરીથી પોતાની બાદશાહત જાળવી શકશે. 


આ પણ વાંચોઃ OnePlus 11 5G આજે ભારતમાં થશે લોન્ચ, તેના ફીચર્સ જાણીને દંગ રહી જશો


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તકનીકથી લેસ આ ટૂલ લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લીકેશન પર કામ કરે છે. આ ટૂલ ન માત્ર ખુબ ક્રિએટિવ છે પરંતુ ધમાકેદાર રીતે જાણકારી એકત્રિત કરી લોકો સુધી પહોંચાડે છે અને તેનો રિસ્પોન્સ ટાઇમ ખુબ ઓછો છે. વર્તમાન સમયમાં તે ટ્રૂલ્ય સ્ટિંગ સ્ટેજમાં છે પરંતુ આવનારા સમયમાં તે સંપૂર્ણ રીતે કામ કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube