નવી દિલ્હીઃ ગૂગલે મેસેજ માટે પોતાનું સ્પૈમ પ્રોટેક્શન ફીચર શરૂ કરી દીધું છે. કંપની એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફીચર પર છેલ્લા છ મહિનાથી કામ કરી રહી હતી. એન્ડ્રોઈડ પોલીસે પોતાના રિપોર્ટમાં કેટલાક ટિપ્સટરના હવાલાથી જણાવ્યું કે, સ્પૈમ પ્રોટેક્શન ફીચર હવે લાઇવ થશે. ઘણા યૂઝર્સને મેસેજ ખોલ્યા બાદ એક મેસેજ મળતો દેખાયો, નવું સ્પૈમ પ્રોટેક્શન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર, એવું લાગી રહ્યું છે કે, હાલમાં આ ફેરફાર સર્વર સાઇટ અને લિમિટેડ રોલઆઉટ માટે કરવામાં આવ્યો છે. કારણ કે ઘણા ડિવાઇસના ટેસ્ટિંગમાં અત્યાર સુધી આ ફીચર જોવા મળ્યો નથી. કારણ કે જ્યારે તમારા ડિવાઇઝ પર જશો તો તમને મેસેજ લોન્ચ કરતા સમયે કોમન એક નોટિફિકેશન દેખાશે. 


એક વખત આ ફીચર આવ્યા બાદ યૂઝર્સ સેટિંગમાં અને ફરી એડવાન્સ મેનૂમાં જઈને આ ફીચરને ડિસેબલ કરી શકે છે. સ્પૈમ મેસેજના ડેટાથી સર્ચ એન્જિનના યૂઝર્સ માટે ભવિષ્યમાં સ્પૈમ શોધ કરવાની ક્ષમતા વધી જશે. 


આ સપ્તાહ પગેલા ગૂગલે જાહેરાત કરી હતી કે, તે પોતાના મેસેજ વેબ એપને એન્ડ્રોઈડ ડોટ કોમથી ગૂગલ ડોટ કોમ પર શિફ્ટ કરવા પર વિચાર કરી રહ્યું છે. મેસેજ વેબ એપની મદદથી યૂઝરોને કોઈપણ બીજી ડિવાઇઝથી પોતાના ફોન પર SMS/MMS મેસેજને મેનેજ કરવાની સુવિધા મળે છે.