ફ્રોડથી બચવા Google એ લોન્ચ કર્યું ખાસ ફીચર, હવે મળી જશે Spam Calls એલર્ટ, Android યુઝર્સને થશે ફાયદો
ગૂગલે Android યુઝર્સ માટે એક એવું ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી યુઝર્સને સ્પેમ કોલ આવવા પર ગૂગલ તરફથી એલર્ટ કે નોટિફિકેશન આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ ફ્રોડથી બચી શકશે.
નવી દિલ્હીઃ આજકાલ સ્પેમ કોલ્સ દ્વારા ફ્રોડ થવાના કેસ વધી રહ્યાં છે. માત્ર એક કોલ દ્વારા લોકોનું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઈ જાય છે, પરંતુહવે આ સમસ્યાનો હલ Google લઈને આવ્યું છે. હકીકતમાં ગૂગલે Android યુઝર્સ માટે એક એવું ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી યુઝર્સને સ્પેમ કોલ આવવા પર ગૂગલ તરફથી એલર્ટ કે નોટિફિકેશન આવશે. ગૂગલે આ ફીચરનું નામ AI બેસ્ડ એડવાન્સ સ્પેમ કોલ ડિટેક્શન ફીચર (Spam Call Detection Feature)રાખ્યું છે. આવો જાણીએ આ ફીચર કઈ રીતે કામ કરશે.
Google AI બેસ્ડ એડવાન્સ સ્પેમ કોલ ડિટેક્શન ફીચર
સ્પેમ કોલ ડિટેક્શન માટે ગૂગલે પોતાનું આ ફીચર આ વર્ષે આયોજીત Google I/O 2024 માં રજૂ કર્યું હતું. હવે ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા આ AI સ્પેમ કોલ ડિટેક્શન ફીચરને રોલઆઉટ કરવાની જાહેરાત કરી છે. કોઈપણ એન્ડ્રોયડ ફોનમાં સ્પેમ કોલ આવવા પર આ ફીચર તત્કાલ કોલની ઓળખ કરશે અને યુઝર્સને એલર્ટ મોકલશે. આ ફીચર ફોનના બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે અને સ્પેમ કોલની ઓળખ કરે છે.
આ પણ વાંચોઃ ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
સ્પેમ કોલ આવવા પર દેખાશે બે ઓપ્શન
જ્યારે કોઈ Android ફોનમાં સ્પેમ કોલ આવે છે તો આ ફીચર એક્ટિવ થઈ જાય છે અને યૂઝરને "Not a Scam" અને "End Call" ના બે ઓપ્શન દેખાય છે. હવે તે યુઝર પર નિર્ભર કરે છે કે તે આ એલર્ટ બાદ કોલ કટ કરે છે કે ઉપાડે છે. જો તમે ગૂગલ સ્પેમ એલર્ટ આવ્યા બાદ પણ કોલ જાળવી રાખવા ઈચ્છો તો તમે "Not a Scam" ઓપ્શન પસંદ કરી શકો છો.
કોણ કરી શકે છે ઉપયોગ?
ગૂગલનું AI બેસ્ડ એડવાન્સ સ્પેમ કોલ ડિટેક્શન ફીચર અત્યારે માત્ર અમેરિકામાં પસંદગીના યુઝર્સ ઉપયોગ કરી શકો છો. Android ના બીટા યુઝર્સ માત્ર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. ટેસ્ટિંગ બાદ આ ફીચર બધા Android યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે.