Internet Connection વગર થઈ જશે તમામ કામ, GOOGLE એ લોન્ચ કરી નવી એપ WiFiNanScan
સર્ચ એન્જિન કંપની ગૂગલે (Google) તાજેતરમાં એક નવી એપ્લિકેશન શરૂ કરી છે, જે ઇન્ટરનેટ કનેક્શન (Internet Connection) ન હોવા છતાં પણ ડિવાઈસને કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. એટલે કે, જો ફોનમાં નેટવર્ક ન હોય તો પણ WiFi સાથે સંબંધિત તમામ કામ આ એપ્લિકેશનની મદદથી કરવામાં આવશે.
નવી દિલ્હી: સર્ચ એન્જિન કંપની ગૂગલે (Google) તાજેતરમાં એક નવી એપ્લિકેશન શરૂ કરી છે, જે ઇન્ટરનેટ કનેક્શન (Internet Connection) ન હોવા છતાં પણ ડિવાઈસને કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. એટલે કે, જો ફોનમાં નેટવર્ક ન હોય તો પણ WiFi સાથે સંબંધિત તમામ કામ આ એપ્લિકેશનની મદદથી કરવામાં આવશે.
Internet વગર મૂવી ટિકિટ કરો બુક
ગૂગલે દાવો કર્યો છે કે આ એપ્લિકેશન Wifi Aware પ્રોટોકોલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈપણ રેસ્ટોરન્ટમાં સીટ બુકિંગ અને મૂવી ટિકિટ બુક કરાવી શકે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ મોટા પ્રમાણમાં ડેટા શેર કરવા માટે થઈ શકે છે.
WiFiNanScan નામથી લોન્ચ કરી એપ
ગૂગલે આ એપને પ્લે સ્ટોર પર WifiNanScan નામથી લોન્ચ કરી છે. જો કે, તે ડેવલપર્સ, વેંડર્સ અને યુનિવર્સિટીઓ માટે રિસર્ચ, ડેમોસ્ટ્રેશન અને ટેસ્ટિંગ ટૂલ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. જેથી તેઓ એપ્લિકેશન દ્વારા એક્સપેરિમેન્ટ કરી શકે.
આ પણ વાંચો:- Jio, Airtel અને VI ના ધાંસૂ પ્લાન, અનલિમિડેટ ડેટા, કોલિંગ સાથે મળશે અન્ય સુવિધા
બે ફોનની વચ્ચેનું અંતર માપવું સંભવ
આ એપ્લિકેશનથી બે સ્માર્ટફોન વચ્ચેનું અંતર પણ માપી શકાય છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે બંને ફોન 1 થી 15 મીટરની રેન્જમાં હોય. આટલું જ નહીં, આ એપ્લિકેશનની મદદથી, નેટવર્ક પ્રિંટર પર દસ્તાવેજો પણ મોકલી શકાય છે.
માત્ર આ સ્માર્ટપોનમાં થઈ શકશે ડાઉનલોડ
આ એપ્લિકેશન Android 8.0 અને તેથી વધુનાં OS વર્ઝનના તમામ ડિવાઈસ સાથે કાર્ય કરે છે અને તેમની વચ્ચે કોઈપણ પ્રકારની કનેક્ટિવિટી વિના સીધા એકબીજાને શોધવાની અને કનેક્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
આ પણ વાંચો:- SMARTPHONES નો બિઝનેસ બંધ કરવા શા માટે મજબૂર થઈ LG કંપની? જાણો આ છે કારણ
સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એપ
Google ના દાવા મુજબ આ એપ સંપૂર્ણ સુરક્ષિત છે. આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ બ્લૂટૂથ અને વાઇફાઇ કનેક્શન વિના સંદેશા અને ડેટા એકબીજાને વચ્ચે શેર કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube