Google Maps Feature: ગૂગલ મેપ્સ નેવિગેશન માટે બનાવવામાં આવેલું એક ઉત્તમ ટુલ છે. જેના કારણે તમે દુનિયાભરમાં ક્યાંય પણ જઈ શકો છો. તેના ઉપયોગ માટે તમારે ઈન્ટરનેટની જરૂર પડે છે અને પછી તમે તમારે બસ તમારા મનપસંદ લોકેશનની પસંદગી કરવાની હોય છે. તમને તમારા મનગમતા લોકેશનની એન્ટ્રી કર્યા બાદ સૌથી સરળ અને સૌથી ફાસ્ટ રસ્તો આ ટુલ દ્વારા દેખાડવામાં આવતો હોય છે. આ રસ્તો  તમને તમારી મંજિલ સુધી સૌથી ઝડપી રીતે પહોંચાડવાનું કામ કરે છે. જો કે અનેકવાર જ્યારે ઈન્ટરનેટ ડાઉન રહે છે તે વખતે તમને નેવિગેશન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તમને લોકેશન નાખવા છતાં સાચો રસ્તો મળી શકતો નથી. આવું ન થાય તે માટે અમે તમને આજે એક એવા ફિચર વિશે જણાવીશું જેના કારણે તમે ગૂગલ મેપ પર ઈન્ટરનેટ વગર નેવિગેશન કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયું છે આ ફિચર
ગૂગલ મેપના જે ફીચર વિશે અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમે ઈન્ટરનેટ બંધ કરીને પણ તમારા લોકેશન પર પહોંચી શકો છો. જ્યારે તમે કવરેજ એરિયાની બહાર હોવ કે પછી તમારો ઈન્ટરનેટ પ્લાન ખતમ થઈ ગયો હોય તો ત્યારે પણ તમે આ ફિચરના કારણે એકદમ યોગ્ય લોકેશન પર પહોંચી જશો અને તેમાં સમય પણ ઓછો લાગશે. 


ભારતના 8 ધનિક રાજ્યો, જ્યાં પૈસાની ઉડે છે છોળો, જાણો ગુજરાત ટોપ 8માં કયા નંબરે છે


મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી


આને કહેવાય નસીબનો ચમકારો! આ ગામના લોકો રાતોરાત એક જ ઝટકે લખપતિ બની ગયા


કઈ રીતે કરી શકાય આ ફિચરનો ઉપયોગ
આ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે બસ ગૂગલ મેપના સર્ચ બારમાં જઈને ઓકે મેપ્સ ટાઈપ કરવાનું રહે છે. ત્યારબાદ તમારી સામે મેપ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જાય છે. તેમાં એપને ડાઉનલોડ કર્યા બાદ તમે ઓફલાઈન રહ્યા પછી પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ એટલું જોરદાર રીતે કામ કરે છે કે તમને વિશ્વાસ નહીં થાય કે આ ઈન્ટરનેટ વગર ચાલે છે. આ ફિચર તમને ખુબ  કામ આવશે અને તમને મિનિટોમાં તમારા લોકેશન પર પહોંચાડી દેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube