15 વર્ષનો થયો Google Maps, કંપનીએ ડિઝાઇન અને આઇકોનમાં કર્યો ફેરફાર
Google Mapsની ડિઝાઇન કેટલિક હદ સુધી તમને નવી લાગશે. આઇકોનને બદલી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અપડેટની સાથે નવો આઇકોન પણ મળશે.
નવી દિલ્હીઃ Google Maps હવે 15 વર્ષનો થઈ ગયો છે. 15મી વર્ષગાંઠ મનાવતા કંપનીએ Google Mapsનો નવો આઇકોન જારી કર્યો છે. માત્ર આઇકોન જ નહીં, પરંતુ મેપ્સને રીડિઝાઇન પણ કરવામાં આવ્યો છે.
ગૂગલ મેપ્સે કેટલાક ફીચર્સને પણ રીડિઝાઇન કરવામાં આવ્યા છે. Google Mapsના નવા આઇકોનની વાત કરીએ તો અહીં ગૂગલ મેચને પિનની જેમ વ્હાઇટ બેકગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યો છે. તેમાં ગૂગલના પોતાના સિગ્નેચર કલર છે. નવો આઇકોન નવા અપડેટની સાથે iOS અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝરોને મળશે.
ગૂગલના બીજા એપના આઇકોનના આધાર પર તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૂગલ મેપ્સના ઇન્ટરફેસમાં પણ કેટલાક ફેરફાર છે. બોટમમાં બે ટેબ- કોન્ટ્રિબ્યૂટ અને અપડેટ છે. For You ટેબને Saved ટેબથી રિપ્લેસ કરવામાં આવી છે.
ગૂગલ મેપ્સમાં કેટલાક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યો છે જે માર્ચથી તમારા ફોનમાં જોવા મળશે. ક્રાઉડસોર્સ ઇનફોર્મેશન પર ફોકસ કરવામાં આવ્યું છે જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ જાણકારી વધુ ચોક્કસ હોઈ શકે.
નવા અપટેડ હેઠળ હવે તમે ટ્રેન કે બસમાં ક્રાઉડ સિવાય ટેમ્પ્રેચર અને વ્હીલ ચેર એક્સેસિબિલિટી જેવી જાણકારીઓ પણ અપલોડ કરી શકશો.
Google Mapsમાં Augmented Reality લાઇવ વ્યૂ ફીચર પણ આપવામાં આવશે. તે હેઠળ હવે લોકેશન વગર 3D ઓન કરીને સરળતાથી ઓગ્મેન્ટેડ રિયાલિટી જેમ દેખાશે.
અત્યાર સુધી ગૂગલ મેપ્સમાં Explore Tab અને Commute Tab મળતી હતી. નવી ડિઝાઇન બાદ તમને વધુ ટેબ્સ મળશે. તેમાં એક્સ્પ્લોર, ક્મ્યૂટ, સેવ્ડ, કોન્ટ્રિબ્યૂટ અને અપડેટ્સ ટેબ સામેલ છે.
ગૂગલ મેપ્સના આ તમામ નવા ફીચર અને ફેરફાર થયેલી ડિઝાઇન માર્ચથી જારી કરવામાં આવશે. પરંતુ આઇફોન હવે જલદી નવા અપસેડની સાથે બદલી જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube