નવી દિલ્લીઃ હાલના સમયમાં તમામ કામ હવે ઓનલાઈન થઈ ગયું છે. મોટાભાગના લોકો પોતાની સાથે રોકડ રકમ નથી રાખતા, પરંતુ તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરે છે.. Paytm, Google Pay, PhonePe મુખ્ય ઓનલાઈન પેમેન્ટ એપમાંની એક છે. તાજેતરમાં, ગૂગલ પેએ એક નવી સુવિધાની જાહેરાત કરી છે જે તમને એક ક્લિક સાથે ઑનલાઈન ચુકવણી કરવાની મંજૂરી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GOOGLE PAYએ નવું ફીચર જાહેર કર્યું-
ગૂગલે હાલમાં  ઓનલાઈન પેમેન્ટ એપ  ગૂગલ પે માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે, જેનું નામ 'ટેપ ટુ પે' છે. Pine Laps સાથે મળીને બહાર પાડવામાં આવેલી  આ સુવિધા યુઝર્સને QR કોડ સ્કેન કર્યા વિના અથવા UPI-લિંક કરેલ નંબર દાખલ કર્યા વિના એક ક્લિકમાં ચુકવણી પૂર્ણ કરવાની મંજૂરી આપશે. 


Google Pay નું ‘Tap to Pay’ ફીચર-
ટેપ ટુ પે ફીચર સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે. હાલમાં જ આ ફીચર ગૂગલ પે પર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ ફીચર કેવી રીતે કામ કરે છે, તો અમે તમને જણાવી દઈએ કે પેમેન્ટ કરવા માટે હવે યુઝર્સે ફક્ત POS ટર્મિનલ પર તેમના સ્માર્ટફોનને 'ટેપ' કરવાનું રહેશે અને પછી  UPI પિનનો ઉપયોગ કરીને પેમેન્ટ પૂર્ણ થઈ જશે.