નવી દિલ્લીઃ આજકાલ ઓનલાઈન પેમેન્ટનો જમાનો આવી ગયો છે. એમાંય કારોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ માટે આ ઓનલાઈન પેમેન્ટ ખુબ જ આર્શીર્વાદ સમાન છે. જોકે, તમે ઓનલાઈન પેમેન્ટ કરતા હોવ તો તેમને કેટલીક બાબતો ખાસ ખ્યાલ હોવો જોઈએ. ઓનલાઈન પેમેન્ટ માટે સૌથી વધારે લોકો Google Pay એટલેકે, GPay નો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ગુગલ પે નો ઉપયોગ કરતા હોવ તો આ જાણકારી તમારા માટે ખુબ જ અગત્યની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Pay એ ખૂબ જ લોકપ્રિય UPI આધારિત મની ટ્રાન્સફર એપ્લિકેશન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે એક વિશાળ યુઝર્સ બેસ બનાવ્યો છે. GPay નું ઇન્ટરફેસ એકદમ સરળ છે. આ કારણે, ઘણા લોકો તેને પેમેન્ટ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ, જ્યારે ટ્રાન્જેક્શનની વાત આવે છે, ત્યારે Google Pay પાસે એક દિવસના ટ્રાન્જેક્શન મર્યાદિત છે. આ સિવાય ગૂગલ પે એ એક લિમિટ પણ લગાવી છે કે તમે એક દિવસમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો.


આવી સ્થિતિમાં ગૂગલ પે યુઝર્સને ખબર હોવી જોઈએ કે તેઓ આ એપથી કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકે છે. અહીં અમે તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. જેમ આપણે બધા જાણીએ છીએ કે Google Pay UPI પ્લેટફોર્મ પર કામ કરે છે. આની મદદથી તમે રિયલ ટાઈમમાં અન્ય વ્યક્તિ અથવા વેપારીને પૈસા મોકલી શકો છો. દરેક વસ્તુની જેમ તેની પણ કેટલીક મર્યાદાઓ છે. તમે Google Pay પર એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધી મોકલી શકો છો. આના પર એક દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તમે આ એપ દ્વારા એક દિવસમાં 2000 રૂપિયાથી વધુની રિક્વેસ્ટ કરી શકતા નથી. મની ટ્રાન્સફર માટે G Payની પોતાની મર્યાદા ઉપરાંત, કેટલીક બેંક મર્યાદાઓ પણ છે.


આ કારણે, તમે બેંકમાં બેલેન્સ હોવા છતાં પણ G Pay થી પૈસા મોકલી શકતા નથી. આ બેંક મર્યાદા દરેક બેંક માટે અલગ છે. તમે બેંકની વેબસાઇટ પર બેંક મર્યાદા વિશે જોઈ શકો છો. આ સિવાય, જો સિસ્ટમ રિસીવરના ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ છે, તો તે ટ્રાન્ઝેક્શનને હોલ્ડ પર રાખશે અને તમને તેના વિશે જાણ કરશે. આ છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવે છે. Google Pay પર મર્યાદા સમાપ્ત થયા પછી, તમે બીજા દિવસ સુધી રાહ જોઈ શકો છો. આ સિવાય, તમે અન્ય ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો જેમ કે ઑનલાઇન નેટ બેંકિંગ અથવા NEFT. Google Pay UPI મર્યાદા વધારવાનો કોઈ સરળ રસ્તો નથી. જો તમારો વ્યવસાય આના પર કામ કરે છે, તો તમે કસ્ટમર કેર પર કૉલ કરીને મર્યાદા વધારવા માટે વિનંતી કરી શકો છો.