નવી દિલ્હી: જો તમે તમારા હાઇ ક્વાલિટી ફોટોઝ માટે ગૂગલની Google Photo સર્વિસનો ઉપયોગ કરો છો તો આ સમાચાર પર એક નજર કરી દો. ગૂગલે જાહેરાત કરી છે કે 1 જૂન 2021 પછી ગૂગલ ફોટો સેવા ફ્રી નહી રહે. એટલે આગામી વર્ષે આ ક્લાઉડ સર્વિસના ઉપયોગ માટે તમારે પૈસા ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઇએ કે કોઇપન યૂઝર ગૂગલ ફોટોમાં પોતાન અનલિમિટેડ ફોટા રાખી શકે છે. અને તેના માટે કંપની તમારી પાસેથી કોઇ ચાર્જ વસૂલતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જૂનથી ગૂગલ ફોટો પર લાગશે ચાર્જ 
ટેક સાઇટ ધ વર્જના અનુસાર ગૂગલે જાહેરાત કરી છે કે આગામી વર્ષથી તમારા ફોટો સર્વિસ માટે યૂઝર્સ પાસેથી પૈસા વસૂલશે. જોકે ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે 1 જૂનથી પહેલાં 15જીબી સ્ટોરેજ પર કોઇ ચાર્જ નહી લેવામાં આવે એટલે યૂઝર્સ આગામી વર્શ સુધી કોઇબીજા ક્લાઉડ સર્વિસમાં આરામથી માઇગ્રેટ કરી શકે છે. 


Gmail એકાઉન્ટ્સ પણ થશે બંધ
ગૂગલે પોતાના ગ્રાહકોના એકાઉન્ટ માટે નવી નીતિઓ લાવી રહી છે, જો આગામી વર્ષ 1 જૂનથી લાગૂ થશે. સાથે જ જો તમે બે વર્ષથી જીમેલ, ડ્રાઇવ તથા ફોટોને લઇને નિષ્ક્રિય છો, તો કંપની તમારી તે પ્રોડ્ક્ટસમાંથી તમરા કંન્ટેન્ટને દૂર કરી શકે છે, જેમાં તમે નિષ્ક્રિય છો. કંપનીએ બુધવારે કહ્યું કે નવી નીતિઓ તે ગ્રાહકોના એકાઉન્ટ્સ માટે છે જે નિષ્ક્રિય છે અથવા જેમની જીમેલ ડ્રાવિઅ (ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ, ડ્રોઇંગ, ફોર્મ અને જેમબોર્ડ ફાઇલો સહિત) પર સ્ટોરેજની કેપિસિટીની સીમાને પાર કરી રહ્યા છે.  


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube