નવી દિલ્હી: લાંબા સમયથી ગૂગલના નવા ફોનની રાહ જોઇ રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. ગૂગલે પોતાના સ્માર્ટફોન Google Pixel 3a અને Pixel 3a XL પરથી પડદો ઉઠાવી દીધો છે. હાલમાં બંને સ્માર્ટફોનોને Google ના I/O 2019 કીનોટ એડ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. Google Pixel 3a અને Pixel 3a XL ગૂગલની પિક્સલ સીરીઝના વ્યાજબી હેન્ડસેટ છે. ગૂગલ પોતાના આ બે સ્માર્ટફોન દ્વારા પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં પોતાની ભાગીદારીને વધારવા માંગે છે. જાણકારોના અનુસાર ગૂગલે Apple અને Samsung જેવી સ્થાપિત બ્રાંડને મિડરેંજમાં ટક્કર આપવા માટે કંપનીએ આ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યા છે. ગૂગલની આ પિક્સલ સિરીઝના આ ફોનોની સાથે ઘણી એપ પણ આવે છે. માનવામાં આવી રહ્યું છે કે ગૂગલના આ ફોનોમાંથી OnePlus 7 ને સારી ટક્કર મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારું Whatsapp થઇ શકે છે બેન! આ રીતે જાણો એપ અસલી છે કે નકલી


જાણો શું છે ભારતમાં કિંમત
ગૂગલ પિક્સલ 3a ને ભારતમાં ખરીદવા માટે ગ્રાહકોને લીગલ 39,999 રૂપિયા ચુકાવવા પડશે. તો બીજી તરફ Google Pixel 3a XL માટે 44,999 રૂપિયા ચૂકવવા પડશે. બંને સ્માર્ટફોન 4 GB રેમ/ 64 GB સ્ટોરેજની સાથે આવે છે. આ બંને ફોન ભારતીય બજારમાં 15 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. તમે Flipkart દ્વારા આ ફોનનું પ્રી-બુકિંગ 8 મેના રોજ બપોરે 12 વાગે કરી શકો છો. આ સ્માર્ટફોનને ત્રણ રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ફોન સફેદ, કાળા અને પર્પલિશ રંગમાં ઉપલબ્ધ હશે. ભારતમાં આ ફોન ફક્ત સફેદ તથા કાળા રંગ જ ઉપલબ્ધ હશે.


આ છે Google Pixel 3a, તથા 3a XL ની ખૂબીઓ
ગૂગલે બજેટ ફોનના અનુરૂપ સાથે આ બંને સ્માર્ટફોનોમાં સારી હાર્ડવેર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્માર્ટફોનોમાં ટાઇટન એમ સિક્યોરિટી ચિપ લાગેલી છે. ભારતમાં રજૂ કરવામાં આવી રહેલા આ સ્માર્ટફોનોમાં મેક બે સિમ પ્રયોગ કરી શકાશે. આ મોબાઇલ એરટેલ તથા રિલાયન્સ જિયોના ઇ-સિમને પણ સપોર્ટ કરે છે. બંને સ્માર્ટફોન એંડ્રોઇડ 9 પાઇથી સજ્જ છે. આ ઉપરાંત OS અને સિક્યોરિટી અપડેટની ત્રણ વર્ષની ગેરેન્ટી આપે છે. 

LIC નો આ છે ખાસ પ્લાન, દરરોજ 27 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 10.62 લાખ, ટેક્સમાં પણ થશે બચત


4 GB રેમ તથા 64 GB સ્ટોરેજ આપવામાં આવી છે
આ સ્માર્ટફોનમાં ગૂગલે સ્નૈપડ્રૈગન 670 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનોમાં 4 GB રેમ તથા 64 GB સ્ટોરેજ આપવામાં આવી છે. પિક્સલ 3a માં 5.6 ઇંચનો ફૂલ-એચડી+ (1080x2220 પિક્સલ) જીઓલેડ ડિસ્પ્લે છે. તો બીજી તરફ Pixel 3a એક્સએલની સ્ક્રીન 6 ઇંચની આપવામાં આવી છે. એ પણ જીઓલેડની સાથે આવે છે, બંને સ્માર્ટફોનમાં ડ્રૈગન ટ્રેલ ગ્લાસ આપવામાં આવ્યો છે. તેની બોડી પોલીકાર્બોનેટ યૂનીબોડી ડિઝાઇન સાથે આવે છે.   


પાવરફૂલ કેમેરો
ગૂગલે પોતાના આ ફોનમાં પાવરફૂલ કેમેરો આપવામાં આવ્યો છે. બંને ફોનના પાછળના ભાગમાં 12.2 મેગાપિક્સલનો ડુઅલ-પિક્સલ Sony IMX363 સેંસર છે. આ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક સ્ટેબલાઇજેશન અને એફ/1.8 અપર્ચરથી સજ્જ છે. બંને ફોન સ્માર્ટફોન નાઇટ સાઇટ લો-લાઇટ ફોટોગ્રાફી ફીચર સપોર્ટ કરે છે. ફોનમાં એચડીઆર+, પોર્ટ્રેટ મોડ, સુપર રેસ જૂમ અને ટોપ શોટ જેવા કેમેરા ફીચર છે. 

ફ્લેટ ખરીદદારોને મોટી રાહત, પાર્કિંગ-જીમ પર ઓછો લાગશે GST


લાંબો બેકઅપ આપે છે બેટરી
Pixel 3a માં ગૂગલે જ્યાં 3,000 MHA ની બેટરી આપી છે તો બીજી તરફ Pixel 3a XL ની બેટરી 3,700 MHA ની છે. કંપની આ મોબાઇલ ફોનોની સાથે પાવર ચાર્જર પણ આપી રહી છે. આ 18 વોટના ફાર્સ્ટ ચાર્જર સાથે આવે છે. વજન 147 ગ્રામ છે. તો બીજી તરફ પિક્સલ 3a એક્સએલનું વજન 168 ગ્રામ છે.