સાન ફ્રાન્સિસ્કોઃ ગૂગલના સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4 XL સાથે જોડાયેલી સ્પેસિફિકેશન ઓનલાઇન લીક થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સુવિધા મળશે. જીએસએમ એરિનાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, નવા પિક્સેલ 4 ફોનમાં મોટી ડિસ્પ્લે હશે અને તેની ખાતરી કરવામાં આવી કે ફોનમાં 6 જીબી રેમ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિક્સેલ 3 અને 3 એક્સએલમાં 4જીબી રેમની સાથે 64/128 જીબીનું સ્ટોરેજ છે. રિપોર્ટ પ્રમાણે પિક્સેલ 4 ડિવાઇઝની બેક સાઇડમાં સ્ક્વાયર મોડ્યૂલની સાથે ડબલ રિયર કેમેરા સેટઅપ છે, જ્યારે અત્યાર સુધી તમામ પિક્સેલ મોડલમાં પાછળની સાઇડમાં માત્ર સિંગલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે ફોનમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે કે પછી ફ્રંટમાં 3ડી ફેસ અનલોક મોડ્યૂલ. 

બાળકો અને યુવાનોને ઘરડાં બનાવી રહી છે FaceApp, પરંતુ શું આ એપ તમારા માટે સુરક્ષિત છે?

આ સાથે છેલ્લા પિક્સેલ મોડલથી અલગ આ ફોનમાં ફ્રંટ-ફાઇરિંગ સ્પીકર્સના ફીચર આપવામાં આવ્યા નથી. ડિવાઇઝમાં સ્પૈનડ્રૈગન 855 ચિપસેટ અને આવનાર એન્ડ્રોઇક ક્યૂ ઓપરેટિંગ સિસ્ટમ હોવાની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ગૂગલ પિક્સલની પ્રથમ સિરીઝ હશે જે એકથી વધુ રિયર કેમેરાની સાથે ઉતરશે.