Google Search 2022: વર્ષ 2022માં ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી આ વસ્તું, જુઓ ટોપ-10 લિસ્ટ
Google એ Google Trends પર એક લિસ્ટ શેર કરવામાં આવ્યું છે, જેમાં ગ્લોબલની સાથે અલગ-અલગ દેશોમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતા ટોપિકનું લિસ્ટ કાઢવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ઘણી કેટેગરી બની છે. આવો ભારતીયોએ ક્યા ટોપિકને સૌથી વધુ સર્ચ કર્યાં છે.
નવી દિલ્હીઃ ગૂગલ ઈન્ડિયાએ આજે ટોપ ટ્રેન્ડિંગ સર્ચ ક્વેરીઝનો ખુલાસો કર્યો છે. આ લિસ્ટને તમે Google Trends પર Year in Search 2022 ની સાથે જોઈ શકો છો. આ ટોપિકને મૂવીઝ, સ્પોર્ટ્સ ઈવેન્ટ, હાઉ ટૂ, પર્સનાલિટીઝ, ન્યૂઝ ઈવેન્ટ્સ અને રેસિપી જેવી ઘણી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. આજે અમે વાત કરીશું કે ભારતીયોએ ગૂગલ પર કઈ ક્વેરીઝને સૌથી વધુ સર્ચ કરી છે. આવો જાણીએ તેના વિશે....
Searches માં ટોપ 10
ગૂગલે જે લિસ્ટ રજૂ કર્યું છે, જેમાં કંપનીએ ટોપ 10 ટોપિક જણાવ્યા છે. આ લિસ્ટની પ્રથમ કેટેગરી Searches છે, જેમાં Indian Premier League, CoWIN, FIFA World Cup, Asia Cup, ICC T20 World Cup, Brahmastra: Part One – Shiva, e-SHRAM Card, Commonwealth Games, K.G.F: Chapter 2 અને Indian Super League સામેલ છે.
‘What is ‘ માં આ રહ્યાં ટોપ 10
બીજી કેટેગરી What is છે, જેમાં What is Agneepath Scheme, What is NATO, What is NFT, What is PFI, What is the square root of 4, What is surrogacy, What is solar eclipse, What is Article 370, What is metaverse, What is myositis સામેલ કરવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube