નવી દિલ્લીઃ હવે જો તમે કોઈ એપ્લિકેશનની મદદથી કૉલ રેકોર્ડ કરતા હશો તો એ નહીં થાય. કારણ કે ગુગલે પોતાના પ્લે સ્ટોર પરથી કૉલ રેકોર્ડ કરવાની સુવિધા આપતી તમામ એપ્સ હટાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે તમને પ્લે સ્ટોર પર કૉલ રેકોર્ડ કરી શકો એવી કોઈ પણ એપ જોવા નહીં મળે. જો કે, જે ફોનમાં ઈનબિલ્ટ એટલે કે કંપની જ કૉલ રેકોર્ડિંગની સુવિધા આપે છે તેના પર આ નિર્ણયની અસર નહીં થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુગલને કહ્યું હતું કે, તે કૉલ રેકોર્ડિંગ એપ્સ અને સર્વિસના વિરોધમાં છે. કંપનીનું કહેવું છે કે, તે યૂઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધમાં છે. આ કારણે ગુગલના ડાયલર એપથી જ્યારે કૉલ રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે બંને બાજુના યુઝર્સને તેની સૂચના આપવામાં આવે છે. સાથે ગુગલે એ પણ સ્પષ્ટતા કરી છે કે, જે લોકો કૉલ રેકોર્ડિંગ માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરે છે તેમના પર આ અસર પડશે. જેમના ફોનમાં પહેલાથી જ આ સુવિધા છે તેમના પર કોઈ અસર નહીં પડે.


ગુગલના પ્લે સ્ટોરની નવી પોલિસી અનુસાર, કંપની કોઈ પણ થર્ડ પાર્ટી એપને એન્ડ્રોઈડ ફોન પર ગુગલની એક્સેસિબિલિટી APIને યૂઝ નહીં કરવા દે. જેના કારણે કૉલ રેકોર્ડિંગ કામ નહીં કરે. કંપનીએ એન્ડ્રોઈડ 10થી કૉલ રેકોર્ડિંગ ફીચરને ડિફોલ્ટ બંધ કરી દીધા હતા. જેથી લોકો અન્ય એપનો યૂઝ કરવા લાગ્યા હતા. જેનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવતો હતો. જેથી ગુગલે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે.


ગુગલની આ જાહેરાત બાદ ટ્રુકૉલરે પણ મોટી જાહેરાત કરી છે. ટ્રુકૉલરે પણ પોતાની એપ્લિકેશનમાંથી રેકોર્ડિંગનું ફીચર હટાવવાની જાહેરાત કરી છે. એટલે કે હવે યૂઝર્સ ટ્રુ કોલરથી પણ કૉલ રેકોર્ડ નહીં કરી શકે.