નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરે મ્યુઝિક કંપની ટી-સીરીઝના copyright ભંગની ફરિયાદના આધારે સ્વદેશી સોશિયલ મીડિયા એપ બોલો ઈન્ડિયાને પ્લે સ્ટોરથી હટાવી દીધી છે. જો કે, કંપનીએ કહ્યું હતું કે તે વાતચીત દ્વારા સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી-સીરીઝ કંપનીએ માંગ્યા હતા 3.5 કરોડ રૂપિયા
ટી-સીરીઝ બ્રાન્ડ અંતર્ગત કામ કરતી કંપની સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડે લગભગ એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ કંપનીઓને બોલો ઇન્ડિયાને પોતાની કોપિરાઈટ સામગ્રીના ઉપયોગ કરવાથી થતા નુકસાન માટે લગભગ 3.5 કરોડ રૂપિયા માંગ કર્યા અને નોટીસ મોકલી હતી. કોપિરાઈટ અધિકાર મામલે મોટાભાગની કંપનીઓએ ટી-સીરીઝ સાથે કરાર કરી લીધો છે જ્યારે બોલો ઇન્ડિયાએ અત્યાર સુધી મ્યૂઝક કંપની સાથે કોઈ કરાર કર્યો ન હતો.


આ પણ વાંચો:- Vodafone-Idea નો આ છે Unlimited 4G ડેટા પ્લાન, જાણો કેવી રીતે મળશે ફાયદો


ટી-સિરીઝે પ્લે સ્ટોરથી હટાવવાની કરી હતી માંગ
ટી-સીરીઝના અધ્યક્ષ નીરજ કલ્યાણે કહ્યું કે, 'બોલો ઇન્ડિયા પહેલા પણ ઘણી વાર આવી હરકત કરી ચુકી છે. અમે તેમને ઘણી કાયદાકીય નોટીસ મોકલી છે. પરંતુ તેઓએ કોપિરાઈટનો ભંગ કરવાનું ચાલુ રાખ્યું. તેથી જ અમે ગૂગલને યોગ્ય કાયદા હેઠળ એપ સ્ટોરમાંથી બોલો ઇન્ડિયા એફ્લિકેશન દૂર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, અમે કોપિરાઈટના ઉલ્લંઘનને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. બોલો ઇન્ડિયા અથવા અમારી કોપિરાઈટનું ઉલ્લંઘન કરતું કોઈપણ પ્લેટફોર્મ સામે કડક કાયદાકીય પગલા લેવામાં સંકોચ કરીશું નહીં. બોલો ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ટી-સીરીઝ સાથે કેટલાક વિરોધાભાસને લીધે કંપની ગૂગર પ્લે સ્ટોર પર અસ્થાઈરૂપે અનુપલ્બધ છે.


આ પણ વાંચો:- Petrol-Diesel Car V/S E Car: કેટલી સસ્તી પડશે ઇ-કાર, અહીં સમજો સરળ ભાષામાં


ભારતમાં 7 લાખથી વધુ યૂઝર્સ
તેમણે કહ્યું, 'અમે હંમેશાં ઇકોસિસ્ટમ સાથે સંકલન કરીને કાર્ય કરીશું અને તમામ કાયદાઓનું પાલન કરીશું. આ મુદ્દાને વહેલી તકે હલ કરવા અમે ટી-સિરીઝ અને ગૂગલ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને પ્લેટફોર્મ ટૂંક સમયમાં પ્લેસ્ટોર પર પાછું આવશે. નોંધનીય છે કે દેશમાં બોલો ઇન્ડિયાના કુલ 70 લાખ ગ્રાહકો છે. જોકે ગૂગલે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube