Google મોકલી દેશે જેલ! આ ભૂલ કરી તો મુશ્કેલીમાં મુકાઇ જશે તમે
Online Crime: જોકે ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં લોકો કેટલાક સંવેદનશીલ વિષય પર ગૂગલની મદદથી જાણકારીઓ એકઠી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમને તેના લેધે જેલ જવાની નોબત આવી શકે છે અથવા ઘણીવાર તેમને જેલ પણ મોકલવામાં આવે છે અને તેમના વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે.
Online Crime: ઘણીવાર જ્યારે નવરા બેસ્યા હોઇએ ત્યારે તમે ગૂગલ પર કોઇ વિષય વિશે સર્ચ કર્યો છો. જોકે ગૂગલ પર દરેક વિષય સાથે જોડાયેલી જાણકારી ઉપલબ્ધ છે એવામાં લોકોને જરૂર પડતાં તેનો ઉપયોગ કરે છે સાથે જ નવરાશની પળોમાં પણ તેના પર જાણકારીઓ એકઠી કરે છે જેમાંથી કેટલીક તમારા કામ લાગે છે તો કેટલીક તમારા કામ લાગતી નથી. જોકે કેટલીક જાણકારીઓ પણ છે જેને સર્ચ કરવી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
જોકે ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં લોકો કેટલાક સંવેદનશીલ વિષય પર ગૂગલની મદદથી જાણકારીઓ એકઠી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમને તેના લેધે જેલ જવાની નોબત આવી શકે છે અથવા ઘણીવાર તેમને જેલ પણ મોકલવામાં આવે છે અને તેમના વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે. એવા વિષય વિશે જાણકારી નથી તો અમે તમને તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
હથિયાર બનાવવાની પ્રક્રિયા
કેટલાક લોકો મસ્તી મજાકમાં ઘણીવાર ગૂગલ પર હથિયાર બનાવવાની પ્રક્રિયા વિશે સર્ચ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આમ કરવું તમારા માટે મુસિબત ઉભી કરી શકે છે. જોકે ભારતીય સુરક્ષા એજન્સીઓ હંમેશા એવા સર્ચ પર ધ્યાન રાખે છે જેનો સંબંધ કોઇ આતંકવાદી ગતિવિધિઓ સાથે રહે છે એવામાં જો તમે હથિયાર બનાવવાની પ્રક્રિયા સર્ચ કરો છો તો તમે જેલના સળિયા પાછળ પહોંચી શકો છો.
રમખાણોના વિડીયો
જો તમે જાણકારી મેળવવાની દ્રષ્ટિએ રમખાણોના વીડિયો ગૂગલ સર્ચમાં શોધી રહ્યા છો તો કદાચ તમારા પર કોઇપણ પ્રકારની મુશ્કેલી ન આવી શકે છે પરંતુ જો તમે વારંવાર આવા વીડિયો જોઇ રહ્યા છો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે કારણ કે ઘણીવાર ક્રિમિનલ આવા વીડિયો જોઇ ઇંસ્પિરેશન લે છે અને પછી ગુનાને અંજામ આપે છે અને એવા ઘણા કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે એવામાં સરકાર આ પ્રકારના વિષય પર સર્ચ કરનારાઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરે છે.