સેન ફ્રાંસિસ્કો: ગૂગલે મોબાઇલનો ઉપયોગ કરનાર લોકો માટે પોતાના સર્ચ એન્જીનમાં સુધાર કર્યો છે. મોબાઇલ વપરાશકર્તા હવે આ સારી રીતે સમજી શકશે કે કઇ જાણકારી ક્યાંથી આવી રહી છે અને તે કઇ વસ્તુને શોધી રહ્યા છે. ગૂગલના સીનિયર ઇન્ટરેક્શન જેમી લીચે કહ્યું, 'વેબસાઇટ અને તેના આઇકોનનું નામ દરેક રિઝલ્ટ કાર્ડ પર ટોપ પર જોવા મળશે, તેનાથી દરેક રિઝલ્ટને એન્કર કરવામાં મદદ મળશે જેથી તમે વધુ સરળતાથી પરિણામોના પેજને સ્કેન કરી શકશો અને આગળ નક્કી કરી શકશો કે શું જાણકારી જોઇએ.'

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


હવે જ્યારે યૂજર્સ કોઇ ઉત્પાદન અથવા સેવાની શોધ કરે છે અને ગૂગલ એક મહત્વપૂર્ણ જાહેરાત પ્રદર્શિત કરે છે, તો એક હાઇલાઇટ કરવામાં આવ્યું જાહેરાત વેબ એડરેસની સાથે ટોપ પર જોવા મળશે. લીચે કહ્યું કે આ નવી ડિઝાઇન અમે રિઝલ્ટ કાર્ડ શોધવા માટે વધુ એક્શન બટન અને ઉપયોગી પ્રીવ્યૂ ઉમેરવાની પરવાનગી આપે છે, જ્યારે આ દરમિયાન તમને બધા પેજના કંટેટ વિશે પણ જાણકારી મળશે. આ રિડિઝાઇન સૌથી પહેલાં મોબાઇલો પર આવી રહી છે અને આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.