Google Trends 2019: સૌથી વધુ આ 5 ટોપિક સર્ચ થયા, રાજકીય મુદ્દાઓમાં કોઈને રસ ન પડ્યો
21 વર્ષ પહેલા એટલે કે 1998માં સર્ચ એન્જિન ગૂગલ (Google) ની શરૂઆત થઈ હતી. ઈન્ટરનેટ (Internet)ના માધ્યમથી પહેલા તે દુનિયાભરની માહિતીઓ મેળવતા હતા, હવે ઈન્ટરનેટ પર તમારા વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે, તમારી અંદરની દુનિયામાં શુ ચાલી રહ્યું છે, તે બધુ જ ઈન્ટરનેટ જાણે છે. તેથી તમે કહી શકો છો કે, ઈન્ટરનેટ તમારો અરીસો બની ગયો છે. Googleએ વર્ષ 2019ના પોતાના ટ્રેન્ડ્સ રજૂ કર્યાં છે. Google Trends નું વિશ્લેષણ કરીને તેમ જાણી શકો છો કે, આ વર્ષે લોકોનો રસ કયા વિષયોમાં હતો. લોકોએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું. કઈ વ્યક્તિ વિશે સર્ચ કર્યું. કઈ પ્રોસેસ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. કઈ ફિલ્મમાં સૌથી વધુ રસ બતાવ્યો અને લોકોએ પોતાની આસપાસની કઈ બાબતોને સૌથી વધુ ગુમાવી. એટલે કે, આખા વર્ષ તમારા દિમાગમાં શું ચાલી રહ્યું તેનું Google એ વિશ્લેષણ કર્યું છે. Google Trendsના અનુસાર, આ વર્ષે ભારતમાં જે પાંચ ટોપિક્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા તે જોઈએ...
અમદાવાદ :21 વર્ષ પહેલા એટલે કે 1998માં સર્ચ એન્જિન ગૂગલ (Google) ની શરૂઆત થઈ હતી. ઈન્ટરનેટ (Internet)ના માધ્યમથી પહેલા તે દુનિયાભરની માહિતીઓ મેળવતા હતા, હવે ઈન્ટરનેટ પર તમારા વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે, તમારી અંદરની દુનિયામાં શુ ચાલી રહ્યું છે, તે બધુ જ ઈન્ટરનેટ જાણે છે. તેથી તમે કહી શકો છો કે, ઈન્ટરનેટ તમારો અરીસો બની ગયો છે. Googleએ વર્ષ 2019ના પોતાના ટ્રેન્ડ્સ રજૂ કર્યાં છે. Google Trends નું વિશ્લેષણ કરીને તેમ જાણી શકો છો કે, આ વર્ષે લોકોનો રસ કયા વિષયોમાં હતો. લોકોએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું. કઈ વ્યક્તિ વિશે સર્ચ કર્યું. કઈ પ્રોસેસ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. કઈ ફિલ્મમાં સૌથી વધુ રસ બતાવ્યો અને લોકોએ પોતાની આસપાસની કઈ બાબતોને સૌથી વધુ ગુમાવી. એટલે કે, આખા વર્ષ તમારા દિમાગમાં શું ચાલી રહ્યું તેનું Google એ વિશ્લેષણ કર્યું છે. Google Trendsના અનુસાર, આ વર્ષે ભારતમાં જે પાંચ ટોપિક્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા તે જોઈએ...
સાનિયા મિર્ઝાની બહેને કર્યા બીજા લગ્ન, ભારતના ફેમસ ક્રિકેટરની બની ‘વહુ’
1 ક્રિકેટ વર્લ્ડ કપ
2 લોકસભા ઈલેક્શન
3 ચંદ્રયાન 2
4 કબીર સિંહ
5 હોલિવુડની સુપરહીરો ફિલ્મ Avengers-End Game
આ ઉપરાંત આર્ટિકલ 370, NEET Results અને વડાપ્રધાન ખેડૂત યોજના જેવા વિષયો પર ટોપ-10 ટ્રેન્ડ્સમાં સામેલ હતા.
Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ
વિંગ કમાન્ડર અભિનંદન
કઈ ભારતીય શખ્સિયતને સર્ચ કરાયાની વાત કરીએ તો, બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને ભારતીય વાયુસેનાના ફાઈટર પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. બીજા નંબર પર ગાયિકા લતા મંગેશકર, ત્રીજા નંબર પર ક્રિકેટર યુવરાજ સિંહ, ચોથા નંબર પર Super 30 નામની શૈક્ષણિક સંસ્થા ચલાવનાર આનંદ કુમાર અને પાંચમા નંબર પર અભિનેતા વિક્કી કૌશલનું નામ હતું.
અને જે વિષોય વિશે લોકો સૌથી વધુ જાણવા ઈચ્છતા હતા, તેમાં આર્ટિકલ 370, એક્ઝિટ પોલ, Black Hole, Howdy Modi અને E Cigaratte હતા. આ ઉપરાંત અયોધ્યા કેસ, આર્ટિકલ 15, સર્જિકલ સ્ટ્રાઈક અને National Register Of Citizens Of India એટલે કે NRC સામેલ હતું.
જામનગર : લગ્ન ધામધૂમથી કરી ન શક્યા એટલે 109 વર્ષના વૃદ્ધને વાજતે-ગાજતે અંતિમ વિદાય આપી
લોકસભા ઈલેક્શન
સમાચારની વાત કરીએ તો લોકસભા ઈલેક્શનનું પરિણામ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું. તેના બાદ ચંદ્રયાન-2, આર્ટિકલ 370, પીએમ કિસાન યોજના અને મહારાષ્ટ્ર વિધાનસભા ઈલેક્શન સાખથે જોડાયેલ ખબરોને લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું. ફિલ્મોમાં કબીર સિંહ, Avengers-End Game, જોકર, Captain Marvel અને Super 30 ટોપ ટ્રેન્ડ્સમાં સામેલ હતી.
એટલે કે 2019નું ભારત, જે સ્પોર્ટસમાં પણ રસ ધરાવે છે. હોલિવુડની ફિલ્મો પણ જોવી છે, ભારતના યુવાઓની દિલચસ્પી તાજા ખબરોમાં પણ છે. અને તેઓ મતદાનને લઈને પહેલેથી વધુ જાગૃત થયા છે અને વધુમાં વધુ યુવાઓ મતદાનની પ્રક્રિયા વિશે જાણવા માંગે છે. પરંતુ આજથી 9 વર્ષ પહેલા એટલે કે 2008માં ભારતના યુવાઓ વજન કેવી રીતે ઘટાડવું, રૂપિયા કેવી રીતે કમાવવા અને અંગ્રેજી કેવી રીતે શીખવી જેવા વિષયોને લઈને સર્ચ કરતા હતા.
ભારતમાં ઈન્ટરનેટ પર થતી કેટલીક Search માં Google ની હિસ્સેદારી લગભગ 98 ટકા છે. એટલે કે, Google Trends નું વિશ્લેષણ કરીને તે માલૂમ કરવુ મુશ્કેલ નથી કે, દેશ અને દેશના યુવાઓ કઈ દિશામાં જઈ રહ્યાં છે. આ ટ્રેન્ડ્સને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, ક્રિકેટ આજે પણ ભારતીયોનું સૌથી ફેવરિટ સ્પોર્ટસ છે. કેમ કે, 2019માં ભારતીયોએ Cricket Worldcup ને સૌથી વધુવાર Search કર્યું છે. બીજા નંબર પર લોકસભા ઈલેક્શન હતું. ભારતમાં આજે પણ ક્રિકેટ લોકસભા ઈલેક્શન કરતા ઉપર છે. પરંતુ હવે તો ભારતના યુવા રાજનીતિમાં પણ રસ ધરાવતા થયા છે. કેમ કે, સૌથી વધુ સર્ચ કરવાના મામલામાં લોકસભા ઈલેક્શન બીજા નંબર પર હતું. આ આંકડો એટલા માટે મહત્વપૂર્ણ છે કે, 2019ના ઈલેક્શન સુધી ભારતમા 35 વર્ષ સુધીના યુવા વોટર્સની સંખ્યા 55 કરોડથી વધુ હતી.
ગ્લોબલ ટ્રેન્ડ્સ
2019ના આ ટ્રેન્ડ્સના આંકડા માત્ર ભારતના લોકો દ્વારા સર્ચ કરાયેલા બાબત પર આધારિત નથી. પરંતુ દુનિયાનો લોકોએ 2019માં કયા વિષયો પર સર્ચ કર્યું તે પણ તમને જણાવી દઈએ. India Vs South Africa સૌથી વધુ સર્ચ કરાયેલ વિષયોમાં સામેલ છે. ઓક્ટોબરમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ક્રિકેટ સીરિઝ રમાઈ હતી. તેના વિશે સૌથી જાણવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. બીજા નંબર પર અમેરિકન અભિનેતા Cameron Boyce નું નામ હતું. જ્યારે કે, Football ChampionShip Copa America, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ક્રિકેટ સીરિઝ અને Iphone 11 વિશે પણ વર્ષ 2019માં દુનિયામાં સૌથી વધુ વાર Google કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય News Search માં પણ Copa America, આગમાં બળીને ખાખ થયેલું પેરિસનું ચર્ચ Notre Dam, ICC Cricket World Cup, Hurricane Dorian અને Rugby World Cup સામેલ હતું. એટલે કે, દુનિયાભરના યુવાઓએ પણ સૌથી વધુ સ્પોર્ટસમાં રસ દાખવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....