નવી દિલ્હી: અત્યારે કોઇપણ સોશિયલ મીડિયામાં સૌથી વધુ શેર કરવામાં આવનાર કન્ટેન્ટ TikTok પર બનાવવામાં આવેલા શોર્ટ વીડિયો હોય છે. દુનિયાભરમાં બાઇટડાન્સ (ByteDance) કંપનીનું ટિકટોક, શોર્ટ વીડિયો  (Short video) બનાવનાર એપના નામથી જાણિતી થઇ ચૂકી છે. પરંતુ હવે દુનિયાની નંબર વન કંપની Google એ આ ચીની એપ વિરૂદ્ધ જંગ શરૂ કરી દીધી છે. કંપની જલદી ટિકટોક વિરૂદ્ધ પોતાના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ઉતારવાની તૈયારીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Youtube બનશે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ
સૂત્રોનું કહેવું છે કે ગૂગલે પોતાના દુનિયાના સૌથી મોટા શોર્ટ વીડિયો પ્લેટફોર્મને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. કંપનીએ પોતાના સૌથી વધુ ઉપયોગ થનાર પ્રોડક્ટ Youtubeને આ લડાઇમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. કંપની અત્યારે યૂટ્યૂબને શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પણ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. 


તાજેતરમાં જ યૂટ્યૂબ એપ બેસ્ડ પ્લેટફોર્મમાં ઉતારવામાં આવી છે. સાથે જ મોબાઇલમાં યૂટ્યૂબ એક શોર્ટ વીડિયો સ્ટ્રીમિંગ ફીચરને લોન્ચ કરશે. કંપની આ નવા ફીચરને ‘Shorts’ નામથી લોન્ચ કરી શકે છે. તેની મદદથી યૂઝર નાના-નાના વીડિયો બનાવી તમામ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરી શકશે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી આ ફિચરને લોન્ચ કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે ચીની કંપની બાઇટડાન્સના પ્રોડક્ટ ટિકટોકએ નાના વીડિયો બનાવી શેર કરીને બજાર પર કબજો કરી દીધો છે. અમેરિકી કંપની ગૂગલ અને ફેસબુક માટે આ ચીની એપ હંમેશાથી પડકાર બનેલો છે. દુનિયાભરના યુવાનો અને સેલિબ્રિટીઝની વચ્ચે ટિકટોક ખૂબ ફેમસ છે. તેથી અમેરિકી કંપનીઓને બિઝનેસ અને પૈસા બંનેનું ભારે નુકસાન થઇ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube