Cyber Attack Alert: ભારત સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN એ એન્ડ્રોઈડ સ્માર્ટફોનને લઈને ચેતવણી જારી કરી છે.  જો તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો સરકારના એલર્ટ બાદ તમારે સાવધાન થઈ જવું જોઈએ. નહીંતર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે સમય સમય પર CERT-IN દ્વારા ઓપરેટિંગ સિસ્ટમમાં સાયબર બગ અથવા સાયબર એટેક વિશે માહિતી આપવામાં આવે છે. આવો જ એક બગ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત સ્માર્ટફોનમાં જોવા મળ્યો છે. જેની ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર માટે ચેતવણી જારી કરવામાં આવી છે તે Android OS 10, Android 11, Android 12, Android 12L અને Android 13 માટે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
Mark Zuckerberg ફરીથી કરશે છટણી! મેનેજરને કહ્યું- કામ ન થતું હોય તો નોકરી છોડી દો


Online Fraud: કેબ બુક કરાવતા જ અકાઉન્ટમાંથી ઉડી ગયા લાખો રૂપિયા !



CERT-IN દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત સ્માર્ટફોન્સ વધુ જોખમમાં છે. રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સોફ્ટવેર મીડિયાટેક કમ્પોનન્ટ, યુનિસોક કમ્પોનન્ટ, ક્વોલકોમ કમ્પોનન્ટ અને ક્વોલકોમ ક્લોઝ સોર્સ કમ્પોનન્ટમાં ખામીઓ જોવા મળી છે.


કયા સ્માર્ટફોન જોખમમાં છે
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ 10, 11, 12, 12L અને 13 આધારિત Samsung Galaxy, OnePlus, Xiaomi, Vivo, Oppo અને Realme સ્માર્ટફોનને લઈને એક ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ.


શું જોખમો હોઈ શકે છે
આજના સમયમાં સ્માર્ટફોનમાં બેંકિંગથી લઈને પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત અનેક સર્વિસ લોગીન છે. આવી સ્થિતિમાં હેકર્સ તમારી અંગત માહિતી ચોરી શકે છે. બેંકિંગ છેતરપિંડી પણ થઈ શકે છે.


આ પણ વાંચો:


ટ્વિટરનું સર્વર ડાઉન, ફેસબુક-ઇન્સ્ટા-યુટ્યુબમાં પણ અચાનક કેમ પડ્યો ડખો?


ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કર્યું Bing



કેવી રીતે સાચવવું
નવીનતમ સૉફ્ટવેર અપડેટ Google દ્વારા બહાર પાડવામાં આવે છે, જે નવી સુરક્ષા ભૂલો શોધવા અને દૂર કરવા માટે કાર્ય કરે છે. આવી સ્થિતિમાં તમારે સ્માર્ટફોનને હંમેશા અપડેટ રાખવો જોઈએ. એ પણ ચેક કરો કે તમારો સ્માર્ટફોન લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ થયો છે કે નહીં. જો નહીં, તો તરત જ સ્માર્ટફોનને અપડેટ કરી લેવો જોઈએ. ગૂગલ દ્વારા ટૂંક સમયમાં નવું સોફ્ટવેર અપડેટ આપવામાં આવશે.