આ કાર ખરીદશો તો મળશે 50000 રૂપિયાની છૂટ, કેંદ્વ સરકાર મંજૂર કરી શકે છે યોજના
દેશમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. એવામાં દેશમાં સ્વચ્છ ઇંધન મોટર ટ્રાંસપોર્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સેંટ્રલ કેબિનેટ ફેબ્રુઆરીના અંત સુધી ફેમ ઇંડિયા (Fame India) યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપવાના મુદ્દે વિચાર કરી શકે છે. તેના માટે તે 5 વર્ષમાં 5,500 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઇ કરી શકે છે. આ યોજનામાં પહેલા વર્ષમાં દ્વિચક્રી વિદ્યુત વાહન (ઇ-વાહન) ખરીદનાર 25,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ ઉઠાવી શકે છે તો બીજી તરફ ત્રણ પૈડાવાળા ઇ-વાહનો માટે 40,000 રૂપિયા અને ઇલેક્ટ્રિક કાર માટે 50,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ ઉઠાવી શકાશે.
ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર
દેશમાં સ્વચ્છ ઇંધણથી ચાલતા ટ્રાંસપોર્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેંદ્વીય મંત્રિમંડળ આ મહિનાના અંત સુધી ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપવા પર વિચાર કરી શકે છે. તેના માટે 5 વર્ષમાં 5,500 કરોડ રૂપિયા કરવાની જોગવાઇ કરવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે યોજનાના બીજા તબક્કામાં વિભિન્ન શ્રેણીઓની ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના રજિસ્ટ્રેશન અને પાર્કિંગ ચાર્જમાં છૂટ આપવા અને રોડ ટેક્સમાંથી રાહત આપવા જેવા પ્રોત્સાહન પગલાં ભરવામાં આવશે.
ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ
જોકે તેમણે યોજનાને લાગૂ કરવાની આગામી 5 વર્ષની અવધિમાં ઇ-વાહનોની ખરીદી માટે કોઇ પ્રકારના ટાર્ગેટની મનાઇ કરી છે. તેમછતાં આ યોજના ઇ-વાહનોની માંગને વધારવા અને ચાર્જિંગ વધારવાના માળખાને ઉભું કરવા પર ધ્યાન આપશે.
અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે 'આ યોજના હેઠળ બેટરીઓ માટે કોઇ પ્રકારના માપદંડ શરૂ કરવામાં આવ્યા નથી. તેમાં એક જ પ્રકારની બેટરી કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રિક વાહન માટે અનુકૂળ હોય છે.