મોદી સરકારની મોટી કાર્યવાહી! સિમ કાર્ડના નવા નિયમો ખાસ જાણો...જો આ કામ કર્યું તો બ્લેકલિસ્ટ થઈ જશો
નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કરે તો તેનું નામ બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે અને તેને ત્રણ વર્ષ સુધી સિમ કાર્ડ મળશે નહીં. જાણો વધુ વિગતો....
ભારત સરકારે સાઈબર ફ્રોડ સામે લડવા માટે કડક પગલાં ભર્યા છે. હવે સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કરે તો તેનું નામ બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે અને તેને ત્રણ વર્ષ સુધી સિમ કાર્ડ મળશે નહીં.
સ્કેમ રોકવા માટે બનાવ્યો નવો નિયમ
કરોડો મોબાઈલ યૂઝર્સની સુરક્ષા માટે દૂરસંચાર વિભાગ (DoT) એ સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કરીને થતા સાઈબર ગુનાઓને રોકવા માટે પગલું ભર્યું છે. આ પહેલ હેઠળ એક મોટી યાદી બનાવવામાં આવી રહી છે. જેમાં જે લોકોએ સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કર્યો છે જેમ કે કોઈ અન્યના નામ પર સિમ કાર્ડ લેવું કે ફેક મેસેજ મોકલવા...તેવા લોકોના નામ હશે. હાલમાં જ ટ્રાઈએ ફેક કોલ અને એસએમએસ સ્કેમને રોકવા માટે કેટલાક નિયમો બનાવ્યા હતા ત્યારબાદ લાખો મોબાઈલ નંબર બંધ કરાયા હતા.
દોષિત મળી આવે તો શું કરશે સરકાર
સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કરનારાઓને કડક સજા આપવામાં આવશે. જે લોકોએ સિમ કાર્ડનો ખોટો ઉપયોગ કર્યો છે તેમના નામ બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે. તેમને 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધી કોઈ નવું સિમ મળશે નહીં. કોઈ અન્યના નામ પર સિમ કાર્ડ લેવું કે ફેક મેસેજ મોકલવા એ હવે ગુનો ગણાશે.
2025થી શરૂ થઈને બ્લેક લિસ્ટમાં સામેલ લોકોના નામ તમામ ટેલિકોમ કંપનીઓને આપવામાં આવશે જેથી કરીને તેઓ નવું સિમકાર્ડ તેમને આપે નહીં. સરકાર આવી એક યાદી તૈયાર કરી રહી છે. એવા લોકો કે જેમણે નિયમો તોડ્યા છે તેમના નામ તેમાં સામેલ હશે. આવા લોકોને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવશે. જો કોઈ ગંભીર મુદ્દો હશે તો સરકાર કોઈ પણ સૂચના વગર પણ કાર્યવાહી કરી શકે છે.
નવેમ્બર 2024મં આવેલા નવા નિયમોથી સાઈબર સુરક્ષાને મજબૂત બનાવવામાં આવશે. આ નિયમોથી સિમકાર્ડથી થનારા ફ્રોડને રોકવામાં આવશે અને લોકોનો ટેલિકોમ સેવાઓ પર ભરોસો વધશે.