Alert! મોબાઈલ યૂઝર્સ સાવધાન....*401# નંબર ડાયલ કરતા પહેલા હજારવાર વિચારજો
Call Forwarding Scam: સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. દૂરસંચાર વિભાગે યૂઝર્સને એવા પ્રકારના કોલથી સાવધાન રહેવાનું કહ્યું છે જેમાં *401# ડાયલ કર્યા બાદ કોઈ અજાણ્યા નંબર પર ફોન કરવા માટે કહેવામાં આવે છે. જો ભૂલેચૂકે તમે આ નંબર પર કોલ કરશો તો તમારો કોલ કોઈ અજાણ્યા નંબર પર ફોરવર્ડ થઈ જશે.
Call Forwarding Scam: સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. દૂરસંચાર વિભાગે યૂઝર્સને એવા પ્રકારના કોલથી સાવધાન રહેવાનું કહ્યું છે જેમાં *401# ડાયલ કર્યા બાદ કોઈ અજાણ્યા નંબર પર ફોન કરવા માટે કહેવામાં આવે છે. જો ભૂલેચૂકે તમે આ નંબર પર કોલ કરશો તો તમારો કોલ કોઈ અજાણ્યા નંબર પર ફોરવર્ડ થઈ જશે. તેનો ફાયદો ઉઠાવીને સાઈબર અપરાધીઓ યૂઝર્સના મોબાઈલ નંબર પર કોલ દ્વારા OTP એટલે કે વન ટાઈમ પાસવર્ક મંગાવીને બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે.
ડાયલ ન કરતા*401#
દૂરચંચાર વિભાગે Airtel, Jio, Vodafone-Idea, BSNL સહિત તમામ ટેલિકોમ યૂઝર્સને આ પ્રકારના ઈનકમિંગ કોલથી સાવધાન રહેવા કહ્યું છે. આ ગાઉ પણ ઓક્ટોબરમાં *401# કોલ ફોરવર્ડિંગ સ્કેમના કેસ સામે આવી ચૂક્યા છે. અપરાધીઓ ઓનલાઈન ડિલિવરી, બેંક કે અન્ય સર્વિસના એજન્ટ બનીને યૂઝર્સને આ નંબર પર કોલ કરવા માટે કહે છે. યૂઝર્સ અપરાધીઓની ચુંગલમાં ફસાઈને આ સ્પેશિયલ USSD ડાયલ કરીને પોતાના ફોન પર આવતા તમામ કોલ્સની મંજૂરી સાઈબર અપરાધીઓ દ્વારા બતાવવામાં આવેલા અજાણ્યા નંબર પર આપી દે છે.
સાઈબર અપરાધી બેંકિંગ એજન્ટ કે ટેલિકોમ ઓપરેટર સપોર્ટ બનીને યૂઝર્સને ફોન કરે છે અને તેમને નેટવર્કની સમસ્યા કે અન્ય કોઈ પ્રકારની સમસ્યાના સમાધાન માટે આ નંબર ડાયલ કરવાનું કહે છે. દૂરસંચાર વિભાગે યૂઝર્સને આ પ્રકારના કોઈ પણ સર્વિસ કોલને ઈગ્નોર કરવાનું કહ્યું છે અને કોલ ફોરવર્ડીંગ માટે જણાવવામાં આવેલા નંબરનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.
આ રીતે બંધ કરો કોલ ફોરવર્ડિંગ
- જો યૂઝર્સ સાઈબર અપરાધીઓની ચુંગલમાં ફસાઈને કોલ ફોરવર્ડિંગ ચાલુ કરી દીધુ હોય તો તેમણે પોતાના સ્માર્ટફોનના સેટિંગ્સમાં જઈને તરત તેને બંધ કરવું પડશે.
- આ માટે યૂઝર્સે ફોનના સેટિંગ્સમાં જવું પડશે.
- ત્યારબાદ કોલ સેટિંગ્સમાં જઈને કોલ ફોરવર્ડિંગવાળા વિકલ્પને ડિસેબલ કરી શકો છો. કે ડિફોલ્ટ સેટિંગ્સ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube