Harley Davidson લોંચ કરશે ઈ-મોટરસાઇકલ LiveWire, જાણો શું હશે કિંમત અને ખાસિયતો
ઓટો ઈંડસ્ટ્રી પેટ્રોલિયમ ઈંધણવાળા વ્હીકલની જગ્યા હવે ઝડપથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં બદલાઇ રહી છે. પેટ્રોલિયમ એન્જીનની વધતી જતી કિંમત અને ડીઝલ-પેટ્રોલથી પેદા થનાર પ્રદૂષણને જોતાં આ જરૂરી છે કે હવે નવા ઈંધણ વિશે વિચારવામાં આવે. આ ક્રમમાં મોટરસાઈકલ બનાવનાર દુનિયાની જાણીતી કંપની હાર્લે ડેવિડસન પણ ટૂંક સમયમાં ઈ-બાઈક લોંચ કરવા જઇ રહી છે. હાર્લે ડેવિડસન LIVEWIRE સાથે પહેલીવાર ઈલેક્ટ્રિક બાઈક સેગમેંટમાં પગ માંડવા જઇ રહી છે.
અમેરિકન મોટરસાઈકલ નિર્માતા કંપની હાર્લે ડેવિડસને લાસ વેગાસમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શો CES 2019 માં ઈ-બાઇક લોંચ કરવાની જાહેરાત કરી છે. અહીં ગ્રાહક ઈલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)માં સેમસંગ એસડીઆઇ કંપનીની બેટરીથી સજ્જ પોતાની પહેલી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ લાઈવ વાયર રજૂ કરી. કોરિયાઈ બેટરી નિર્માતા કંપનીએ આ જાણકારી આપી.
ટેક-સેવા અને પ્રીમિયમ ગ્રાહકો માટે હાર્લે ડેવિડસન અને સેમસંગ એસડીઆઇએ આગામી ચાર વર્ષો સુધી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ બનાવવા માટે કરાર કર્યો છે. ઈલેક્ટ્રિક મોટરસાઈકલ સેમસંગ એસડીઆઇ દ્વારા નિર્મિત બેટરી પેકથી ચાલે છે, જેમાં લીથિયમ-આયન બેટરી છે.
સેમસંગ એસડીઆઇએ દાવો કર્યો કે લાઇવ વાયરની રેંજ લગભગ 180 કિલોમીટરની છે અને આ શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 3.5 સેકન્ડમાં પ્રાપ્ત કરી શકે છે.
હાર્લે ડેવિડસન પોતાની નવી ઈ-બાઈક લાઇવ વાયરને આ વર્ષના અંત સુધીમાં બજારમાં ઉતારશે, પરંતુ કંપનીએ અમેરિકામાં પોતાનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેની કિંમત 29,799 ડોલર (લગભગ 21 લાખ રૂપિયા) નક્કી કરી છે.
હાર્લે ડેવિડસન પોતાની આ નવી બાઈકને ઘણા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવા જઇ રહી છે. તેમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તેમાં નવા H-D કનેક્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે, જેથી બેટરીની સ્થિતિને જાણી શકાય, સાથે જ તેના દ્વારા બાઈકનું લોકેશન પણ ખબર પડશે અને બાઈક ચોરી થવાની સ્થિતિમાં આ સિસ્ટમ ફોન પર એક મેસેજ પણ મોકલશે.
લાઇવ વાયરના હેંડલબાર પર કલર ટચસ્ક્રીન ડિસ્પ્લે લગાવવામાં આવી છે, જેમાં નેવિગેશન સિસ્ટમ, મ્યૂઝિક જેવા ઘણા ફીચર્સ છે.
બાઈકના સસ્પેંશનને 7 રાઈડિંગ મોડમાં એડજસ્ટ કરવામાં આવી શકે છે. આ બાઇકને 2020માં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.