Harley-Davidson X350 Price and Features:  હાર્લે ડેવિડસનની બાઈક કોને ન ગમતી હોય. બાઈક લવર માટે આ બાઈક એક સપના સમાન હોય છે. પરંતુ તેની ઊંચી કિંમતના કારણે હજુ પણ આ બાઈક મોટાભાગે લોકોનું સપનું જ બનતી રહી છે. પરંતુ આજે હાર્લે ડિવિડસને દુનિયાભરના બાઈક પ્રેમીઓનું આ સપનું પણ જાણે પૂરું કરી દીધુ છે. દુનિયાભરમાં પોતાના દમદાર  પરફોર્મન્સવાળી બાઈક્સ માટે જાણીતી કંપની હાર્લે ડેવિડસને આજે પોતાની સૌથી સસ્તી બાઈક Harley-Davidson X350 પરથી પડદો ઉઠાવ્યો છે. બજારમાં આવ્યા બાદ આ બાઈક ખાસ કરીને રોયલ એનફિલ્ડને ટક્કર આપશે એવું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે હાર્લે ડેવિડસને અધિકૃત રીતે ચીનના બજારમાં પોતાની પહેલી 350cc મોટરસાઈકલ X350 લોન્ચ કરી છે. આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજેલી આ  બાઈકની પ્રાથમિક કિંમત 33000 યુઆન (ચીનની મુદ્રા) નક્કી કરાઈ છે. જે ભારતમાં લગભગ 3.90 લાખ રૂપિયા જેટલી થાય. X350 પહેલી એવી હાર્લે ડેવિડસન બાઈક છે જે બ્રાન્ડના વી-ટ્વીન એન્જિન પર બેસ્ડ નથી. એની જગ્યાએ આ બાઈકમાં QJ Motor થી સોર્સ કરવામાં આવેલું 350 સીસીની ક્ષમતાનું પેરેલલ ટ્વીટન એન્જિન ઉપયોગમાં લેવાયું છે. 


બાઈકના લુક અને ડિઝાઈન
જોવામાં આ બાઈકનો લુક અને ડિઝાન મોટા ભાગે સ્પોર્ટસ્ટર XR1200X થી પ્રેરિત હોય તેવું લાગે છે. જેને ભારતમાં ડિસ્કન્ટિન્યૂ કરાઈ છે. તેની ફ્રન્ટમાં થોડો ઓફ સેટ સિંગલ પોડ કંસોલ સાથે એક સર્ક્યુલર હેન્ડલેમ્પ મળે છે. આ બાઈકમાં ટિયર ડ્રોપ શેપનું 13.5 લીટરની ક્ષમતાવાળી ફ્યૂલ ટેંક આપવામાં આવી છે જે ઘણા હદે XR1200 જેવી છે. તેની ટેઈલ ડિઝાન પણ એવી જ દેખાય છે. આ બાઈકમાં LED હેડલેમ્પ અને ટેઈલલેમ્પ આપવામાં આવ્યો છે. આ સિવાય હેડલાઈટ પર અપાયેલું હાર્લેનું લોગો તેના લુકને વધુ પ્રિમિયમ બનાવે છે. 


75 રૂપિયામાં 23 દિવસ સુધી બધું જ FREE, ડેટાથી લઈને કોલિંગ અને SMS...


જાણો એક આધાર કાર્ડના ઉપયોગથી તમે કેટલા સિમ ખરીદી શકો?


ટોપ લોડ કે ફ્રન્ટ લોડ? કયા વોશિંગ મશીનમાં ધોવાય છે સારા કપડાં, જાણો તફાવત


એન્જિન ક્ષમતા અને માઈલેજ
Harley-Davidson X350 માં કંપનીએ 353cc ની ક્ષમતાનું લિક્વિડ કૂલ પેરેલલ ટ્વીન એન્જિન આપ્યું છે. જે 36.7PS ની દમદાર પાવર અને 31Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે. જો કે એન્જિન પ્રમાણે આ પાવર આઉટપુટ ખુબ વધુ પ્રભાવશાળી જોવા મળતો નથી પરંતુ ભારતીય બજારમાં વેચાતી રોયલ એનફિલ્ડની 350 સીસી બાઈક્સની સરખામણીએ ઘણો વધો છે. 


તેના ફ્રન્ટમાં 41mm અપસાઈડ-ડાઉન ફોર્ક રિબાઉન્ડ એડજસ્ટેબિલિટી અને પાછળના ભાગમાં પ્રીલોડ રિબાઉન્ડ એડજસ્ટેબિલિટીની સાથે એક મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. જેમાં બંને બાજુ પેટલ ડિસ્ક બ્રેક મળે છે. આગળની બાજુ ચાર પિસ્ટન કેલિપર અને પાછળની બાજુ સિંગલ પિસ્ટન યુનિટ અપાયું છે. આ સિવાય બાઈકમાં ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આ બાઈકને વધુ ખાસ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 20.2 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજ આપે છે અને તેનું એન્જિન 180 કિલોગ્રામ છે. 


શું ભારતમાં થશે લોન્ચ
ભારતીય બજારમાં હાર્લે ડેવિડસનના ફેન્સની કોઈ જ કમી નથી. પરંતુ હાલ આ બાઈક ભારતના બજારમાં લોન્ચ કરાશે કે નહીં તે અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી શકી નથી. પરંતુ આ બાઈકને જે ભાવમાં ચીનના બજારમાં લોન્ચ કરાઈ છે તેને જોતા એવી આશા કરી શકાય કે જો તેને ભારતીય બજારમાં લોન્ચ કરાઈ તો લોકો તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube