Headphones and earphones side effects: જો તમને પણ કલાકો સુધી મોબાઈલમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની આદત હોય તો ચેતી જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની વાત હોય. કોઈ પણ વસ્તુ કે આદતમાં 'અતિ' આવી જાય તો તે નુકસાનકારક છે. તમારા મિત્ર બનેલા ઈઅરફોન ક્યારે તમારા દુશ્મન બની જશે તેનો તમને અંદાજો પણ નહીં રહે. જાણીએ ઈઅરફોન કઈ કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાનમાં બહેરાશ
એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાક કરતા પણ વધુ સમય સુધી 90 ડેસિબલની માત્રાથી વધુ અવાજમાં ગીત સાંભળે તો તે બહેરાપણાનો શિકાર બની શકે છે. મનુષ્યની કાનોની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. સતત કલાકો સુધી ગીતો સાંભળવાની આદતના કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઘટીને 40 થી 50 ડેસિબલ થઈ જાય છે.આવી સ્થિતિમાં વ્યક્તિ દૂરનો અવાજ સાંભળી શકતો નથી.

આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
આ પણ વાંચો: ઈન્ટીમેટ સીન સમયે આ હીરો થઈ ગયો હતો બેકાબૂ, મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી ડિમ્પલ કાપડિયા
આ પણ વાંચો: બિચારો પતિ!!! પત્ની સાથે ઉંઘતા પણ ડરે છે, દરરોજ કાઢે છે અલગ-અલગ બહાના


હ્રદયની બિમારી
નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઈઅરફોનના વધારે પડતા ઉપયોગથી ન માત્ર બહેરાશ પરંતું હ્રદયને પણ નુકસાન પહોંચે છે.  વધારે અવાજે ગીતો સાંભળીએ કે વાતો કરીએ તો હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદય સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકારા કરે છે. આ કારણથી હ્રદયની બિમારી થાય છે.


માથાનો દુ:ખાવો
ઈઅરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગોની અસર વ્યક્તિના મગજ પર થાય છે. સતત ઈઅરફોન ભરાઈને વાતો કરવી કે ગીતો સાંભળવાની આદતના કારણે માથાનો દુ:ખાવો થાય છે કે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. ઘણાલોકોને ઈઅરફોન ભરાવીને ફિલ્મો કે સિરીઝો જોવાની આદત છે તેમને પણ અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ


કાનનું ઈન્ફેકશન
જો તમે ઓફિસમાં કે ઘરમાં તમારા ઈઅરફોન કે હેડફોન કોઈની સાથે શેર કરો છો તો આ આદત તમારી બદલી નાખજો. આ આદતના કારણે કાનનું ઈન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે.


લાંબા સમય સુધી ઈઅરફોનનો ઉપયોગ કરવાના કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ન માત્ર કાનની તકલીફ પરંતું માનસિક બિમારીઓનો પણ ભોગ બનવું પડી શકે છે. ડૉકટરોના મતે કાનમાં ટન ટનની અવાજ આવી, ચક્કર આવવા,ઊંઘ ન આવવી, માથા અને કાનમાં દુ:ખાવા સહિતની સમસ્યા થઈ શકે છે. 


ઉપાય
કાનથી જોડાયેલી સમસ્યાથી બચવા માગો છો તો ઈઅરફોનનો ખૂબ જરૂર પડે તો જ ઉપયોગ કરે. ગીતો સાંભળો તો અવાજ ધીમો રાખો. સારી ગુણવત્તાના ઈઅરફોન વાપરો તે જ સલાહભર્યું છે.


 પણ વાંચો: Success Story: સરકારી સ્કૂલમાં અભ્યાસ, ખેતરોમાં કામ અને 2 બાળકોની માતા છે આ IPS
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: મારી સાસુએ મને મારા ભાડુઆત સાથે પકડી લીધી, પણ તે ચૂપચાપ બોલ્યા વિના જતા રહ્યાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube