નવી દિલ્હી. WhatsAppએ તાજેતરમાં કેટલીક ઉપયોગી અને અત્યંત રિક્વેસ્ટેડ કરેલી સુવિધાઓ રજૂ કરી છે જેમ કે પ્રાથમિક સ્માર્ટફોન વિના અન્ય ઉપકરણો પર મેસેજિંગ એપનો ઉપયોગ કરવા સક્ષમ હોવું, ચોક્કસ કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન છૂપાવવું અને ઘણું બધું. અને હવે એપને મેસેજ રિએક્શન ફીચર મળી શકે છે. WABetaInfoના નવા રિપોર્ટ અનુસાર, iOS પર એપનું લેટેસ્ટ બીટા વર્ઝનથી જાણવા મળે છે કે એક નવું મેસેજ રિએક્શન ફીચર ટૂંક સમયમાં આવી શકે છે. ટિપસ્ટરે નવા રિએક્શન નોટિફિકેશન ટૉગલ દર્શાવતો સ્ક્રીનશોટ જાહેર કર્યો, જે iOS પર WhatsApp વર્ઝન 22.2.72ના સેટિંગ મેનૂમાં હાજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકનું રિએક્શન ફીચર જેવું હશે
આ ફીચર મેટાના માલિકીની Instagram અને Facebook એપ્સમાં પહેલાથી જ જોવા મળતા રીએક્ટ ફીચર્સ જેવું જ હોવાની આશા છે. માર્ક ઝુકરબર્ગે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની મેસેજિંગ સિસ્ટમને મર્જ કરવાની પોતાની મહત્વાકાંક્ષાનો ખુલાસો કરી ચૂક્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube