યામાહા અને હીરોએ લોન્ચ કરી ઇ-સાઇકલ EHX20, ફૂલ ચાર્જમાં દોડશે 70 KM
કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે ઇ સાઇકલની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે. તેને ચલાવવા માટે કોઇ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નહી પડે. સાઇકલના લોન્ચિંગ અવસર પર હીરો દ્વારા કહેવામાં આવ્યું કે દુનિયાભરમાં ઇ-સાઇકલના માર્કેટમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું છે.
નવી દિલ્હી; હીરો સાઇકલ (Hero Cycles) એ યામાહા મોટર્સ સાથે મળીને ઇલેક્ટ્રિક સાઇકલ EHX20 લોન્ચ કરી છે. ઇ સાઇકલનું વેચાણ વધારવા માટે કંપનીએ સાઇકલના વેચાણ બાદ પણ સર્વિસ આપવાનો નિર્ણય છે. જો તમારી સાઇકલમાં કોઇ મુશ્કેલી થાય છે તો કસ્ટમર કેર નંબર પર કોલ કરીને તમે જાણકારી આપી શકો છો. કોઇપણ પરેશાની થતાં કંપની દ્વારા તમને હોમ પિકઅપ અને ડ્રોપિંગ સર્વિસ આપવામાં આવશે.
25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ
કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે ઇ સાઇકલની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે. તેને ચલાવવા માટે કોઇ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નહી પડે. સાઇકલના લોન્ચિંગ અવસર પર હીરો દ્વારા કહેવામાં આવ્યું કે દુનિયાભરમાં ઇ-સાઇકલના માર્કેટમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું છે. કંપની દ્વારા ઇ સાઇકલનું વેચાણ અલગ-અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. તેના માટે કંપની લાઇફસ્ટાઇલ ચેનલનો પણ સહારો લેશે.
સાઇકલમાં કુલ 20 ગિયર
હીરો સાઇકલ દ્વારા દેશમાં પહેલાં જ લેક્ટ્રો બ્રાંડ નામથી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સાઇકલનું વેચાણ કરવામાં આવે છે. યામાહા સાથે લોન્ચ કરવામાં આવેલી ઇલેક્ટ્રિક સાઇકલ EHX20 માં યામાહાની ટેક્નિક છે અને હીરોની ડિઝાઇન છે. કંપનીના અનુસાર ફરી એકવાર ફૂલ ચાર્જ થતા6 સાઇકલ 60 થી 70 કિમી સુધીનું અંતર કાપશે. ફૂલ ચાર્જ થયા બાદ ત્રણ કલાકનો સમય લે છે. સાઇકલમાં પાવર મોટર સેન્ટરમાં આપવામાં આવી છે. સાઇકલ્માં 20 ગિયર આપવામાં આવ્યા છે. કંપની દ્વારા તેની કિંમત 1.35 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.