જ્યારે પણ બાઈક લેવાનું વિચારીએ તો તેના ભાવ અને પછી માઈલેજ એ જાણવું ખુબ જરૂરી બની જાય છે. ઘણું વિચારીએ પછી મગજમાં હરી ફરીને તમને ગણ્યાગાંઠ્યા વિકલ્પ જ સામે આવતા હશે, જેમ કે Hero Splendor. જો કે સ્પલેન્ડર એક સારી બાઈક છે પરંતુ દાયકાઓથી જોવા મળી રહેલી આ બાઈક ખુબ કોમન બાઈક છે. બાઈક ચલાવતા હશે તેમાંથી દર ચોથી વ્યક્તિ પાસે કદાચ તમને આ સ્પલેન્ડર બાઈક જોવા મળતી હશે. આવામાં જો તમે બજેટ બાઈક ખરીદવા માંગતા હોવ  અને એવી બાઈક ઈચ્છતા હોવ કે જે તમને ઓછા ભાવે મળે પરંતુ આમ છતાં તેનું મેન્ટેઈનન્સ ઓછું હોય અને માઈલેજ જબરદસ્ત હોય તો તમને આજે એક સારો વિકલ્પ સૂચવીશું. બજારમાં એક એવી બાઈક છે જે સારા માઈલેજ સાથે આવે છે અને સિટી રાઈડ માટે એક શાનદાર ઓપ્શન છે. આ બાઈકની ખાસ વાત એ પણ છે કે તેમાં પાવરની પણ કમી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાઈક છે જબરદસ્ત
અમે જે બાઈકની વાત કરી રહ્યા છીએ તે છે Hero Hf Deluxe ની. શાનદાર રોબસ્ટ ડિઝાઈન સાથે આવનારી એચએફ ડીલક્સમાં તમને અનેક પ્રકારના ફીચર્સ જોવા મળશે. બાઈકની ખાસિયત માત્ર ડિઝાઈન નહીં પરંતુ તેના બેલેન્સિંગ અને રોડ પ્રેઝન્સ પણ કમાલના છે. પોતાના ઓછા વજનના કારણે તેને સિટી ટ્રાફિકમાં ચલાવવી પણ સરળ રહે છે. બાઈકની વધુ ખાસિયતો વિશે પણ જાણો. 


દમદાર એન્જિન અને શાનદાર માઈલેજ
બાઈકના એન્જિનની વાત કરીએ તો કંપની તેમાં એરકૂલ્ડ 97.2 સીસીનું પેટ્રોલ એન્જિન આપે છે. આ એન્જિન 7.9 બીએચપીનો પાવર અને 8 એનએમનો ટોર્ક પાવર જનરેટ કરે છે. જ્યારે 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. આ એન્જિન તેના માઈલેજ માટે જાણીતું છે. તે 70 કિમી પ્રતિ લીટરથી વધુની  માઈલેજ આપે છે. જો કે કેટલીક સ્થિતિમાં તે માઈલજ આના કરતા પણ વધુ આવતી હોય છે. 



શાનદાર ડિઝાઈન અને ફીચર્સ
બાઈકની ડિઝાઈન ખુબ રોબસ્ટ છે. આ એક માસ્ક ફેયર્ડ બાઈક છે જેમાં તમને બ્લેક કલરના 6 સ્પોક અલોય વ્હીલ મળે છે. બાઈકમાં તમને બટન સ્ટાર્ટ અને મોબાઈલ ચાર્જિંગ સોક્ટ જેવા ફીચર્સ પણ મળે છે.  બાઈકના વજનની વાત કરીએ તો તે 110 કિગ્રાની છે. જ્યારે તેની ફ્યૂલ ટેંક 9.1 લીટરની કેપેસિટીની આવે છે. બાઈકની સીટ હાઈટ 805 એમએમની છે. જે તેની રાઈડને ઘણી કમ્ફર્ટેબલ બનાવે છે. 


કિંમત પણ બજેટમાં ફીટ
બાઈકની કિંમત પણ તમારા બજેટમાં સરળતાથી ફીટ થઈ જાય છે. એચએફ ડીલક્સનો બેસ વેરિએ્ટ તમને 59,998 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે ટોપ વેરિએન્ટ 68,768 રૂપિયામાં એક્સ શોરૂમ કિંમત પર ઉપલબ્ધ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube