નવી દિલ્લીઃ HERO MotoCorp એ પોતાની નવી Glamour Xtec બાઈક ભારતમાં લોન્ચ કરવાનું એલાન કર્યું છે. હીરો ગ્લેમર એક્સટેક 2 અલગ અલગ વેરિયંટમાં મળશે-ડ્રમ વેરિયંટ અને ડિસ્ક વેરિયંટ. ડ્રમ વેરિયંટની એક્સ શોરૂમ કિંમત 78,900 રૂપિયા છે. જ્યારે ડિસ્ક વેરિયંટની એક્સ શોરૂમ કિંમત 83,500 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા શાનદાર ફીચર્સ-
ગ્લેમરમાં લેટેસ્ટ વર્ઝનમાં બાઈકના સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવી Glamour Xtecમાં બ્લુટુથ કનેક્ટિવિટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ USB ચાર્જિંગ અને LED લેમ્પ્સ જેવા ફીચર મળે છે. નવા મોડલમાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ પહેલાના મોડલ કરતા વધુ માહિતી આપે છે. આમાં ગીયર પોઝીશન ઈન્ડિકેટર, ઈકો મોડ, ટેકોમીટર અને રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર સામેલ છે. આ સાથે જ સાઈડ-સ્ટેન્ડ એન્જીન કટ ઓફ અને એક બેંચ એંગલ સેંસર જેવા ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. બેક એંગલ સેંસર પડવાની સ્થિતિમાં એન્જીનને બંધ કરી નાખે છે.


એન્જીન અને પાવર-
Hero Glamour Xtecમાં 125ccનું BS-6 એન્જીન મળે છે. જે XSens પ્રોગ્રામ ફ્યુલ ઈન્જેક્શન ટેક્નીકથી સજ્જ છે. કંપની મુજબ આ ટેક્નીકથી વધુ સારી માઈલેજ મળશે. આ એન્જીન 7500 rpm પર 10.7 bhpનો પાવર અને 6000 rpm પર 10.6 nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. આમાં i3S(આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ) અને ઓટો સેલ ટેક્નોલોજી જેવા ફીચર્સ સામેલ છે.


લુક અને ડિઝાઈન-
લુક અને ડિઝાઈનની વાત કરવામાં આવે તો, હીરો ગ્લેમરમાં LED હેડલેંપ સાથે H શેપનો પોઝિશન લેંપ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ લેંપમાં 34 ટકા વધુ રોશની મળશે. Glamour Xtecમાં સ્ટાઈલિંગની વાત કરવામાં આવે તો આમાં 3D બ્રાંડિંગ, રિમ ટેપ અને નવો મેટ કલર માટે બ્લુ એક્સેન્ટ સામેલ છે. આ બાઈકમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક અને પ્રીલોડ-એડજસ્ટેબલ રિયર મોનો શોક સસ્પેંશન મળે છે. બેઝ વર્ઝનમાં બંને વ્હીલમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રીમિયમ વેરિયંટમાં ફ્રંટમાં 240 mmનો રોટર મળે છે.


આરામદાયક મુસાફરી-
125ccની આ બાઈકમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે Xtec મોડલ ગ્લેમર બાઈકની લોકપ્રિયતામાં વધારો કરશે. કંપનીનો દાવો છે કે બાઈકનું 5 સ્પેપ એડજસ્ટેબલ હાઈડ્રોલિક શોક એબઝોર્બર સસ્પેંશન, ફ્રંટ 240 mm ડિસ્ક બ્રેક, વાઈડ રિયર ટાયર અને 180 mm ગ્રાઉન્ડ ક્લિયરંસ રાઈડરને એક આરામદાયક મુસાફરીનો અહેસાસ કરાવે છે.