નવી દિલ્હી: દેશની સૌથી મોટી દ્વ્રીચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero Motocorp) એ એકસાથે ત્રણ નવી પ્રીમિયમ બાઇક લોન્ચ કરી ઓટો માર્કેટમાં ધમાકો કરી દીધો છે. એક્સ સીરીઝની ત્રણ નવી બાઇક્સ દ્વારા હીરોનો ઇરાદો બજારમાં પકડને વધુ મજબૂત કરવાનો છે. તમને જણાવી દઇએ કે હીરોની એક્સ સીરીઝ સ્પોર્ટી બાઇક સીરીઝ છે, તેના હેઠળ કંપનીએ ત્રણ બાઇક લોન્ચ કર્યા છે. કંપનીને આશા છે કે આ બાઇક્સ ખાસકરીને યુવાનોને આકર્ષિત કરે છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઇકની શરૂઆતી કિંમત 94 હજાર રૂપિયા
હીરોની એક્સ સીરીઝ (X-Series)માં 150 સીસીથી વધુની ક્ષમતાવાળી બાઇકને સામેલ કરવામાં આવે છે. કંપનીની આ સીરીઝમાં Xtreme 200R અને XTREME SPORTS પહેલાંથી જ ધૂમ મચાવી ચૂકી છે. કંપનીએ બુધવારે જે ત્રણ બાઇક્સને લોન્ચ કર્યો તેમાં XPulse200, XPulse200T ઔક Xtreme200S મોડલ સામેલ છે. ત્રણેય બાઇકનું દિલ્હીમાં એક્સ-શોરૂમ પ્રાઇઝ 94 હજાર રૂપિયાથી માંડીને 1.05 લાખ રૂપિયા સુધી છે. 


કંપનીનું પ્રીમિયમ સેગ્મેંટમાં મજબૂત થવાનો પ્લાન
200 સીસી એન્જીનથી સજ્જ XPulse200T ની કિંમત 94 હજાર રૂપિયા, XPulse200 ની કિંમત 97 હજાર રૂપિયા અને Xtrem200S ની કિંમત 98,500 રૂપિયા છે. XPulse ની ફ્યૂલ ઇંજેક્શનવાળા વેરિએન્ટની કિંમત 1.05 લાખ રૂપિયા છે. કંપનીના સેલ્સ હેડ સંજય ભાને જણાવ્યું છે કે તે પ્રીમિયમ સેગ્મેંટમાં પોતાની ઉપસ્થિતિ વધારવા માંગે છે. તેમાં ટોપ લેવલ પર પહોંચવું રાતોરાત શક્ય નથી આ લાંબાગાળા વાળી યોજના છે. પ્રીમિયમ શ્રેણીમાં અગ્રણી બનવા માટે કંપની વધુ મજબૂત એંજીન સાથે વધુ મોડલ ઉતારશે. 


Xtreme200S માં 7 સ્ટેપ મોનો શોક સસ્પેંશન
હીરો મોટોકોર્પની Xtreme200S માં 7 સ્ટેપ મોનો શોક સસ્પેંશન આપવામાં આવ્યું છે. જે રાઇડરને ખાડામાં પણ આંચકો લાગશે નહી. Xtreme200S સ્પોર્ટી બાઇક છે. આ ઉંચા-નીચા રસ્તા અને તેજ હવાઓમાં પણ શાનથી દોડશે. Xtreme200T એક બાઇક ટૂરર બાઇક છે. તેનો રેટ્રો સ્ટાઇલ શાનદાર છે. XPulse200 ને બે વેરિએન્ટ સીવી કાર્બોરેટ અને ફ્યૂલ ઇંજેક્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. XPulse200 નું દમદાર એન્જીન 18.4 PS પાવર અને 17.1 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એક એડવેંચર બાઇક છે. 


150 સીસીથી વધુના એન્જીનવાળી પ્રિમીયમ શ્રેણીનો વાર્ષિક ખર્ચ 30 લાખ એકમનું બજાર છે. હીરો મોટોકોર્પ એંટ્રી લેવલ તથા 150 સીસીના ઓછી શ્રેણીમાં સ્થાનિક બજારમાં ટોચના સ્થાન પર છે પરંતુ 150 સીસીથી વધુવાળી શ્રેણીમાં હજુ કંપનીની કોઇ ખાસ સ્થિતિ નથી. 


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV