Electric માર્કેટમાં ખલબલી મચાવવા માટે આવી રહી છે દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની
આ વર્ષે કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરની પહેલી ઝલક જાહેર કરી છે. એપ્રિલ 2021માં હીરો મોટોકોર્પએ બેટૅરી સ્વેપિંગ ટેક્નોલોજી અને અન્ય ઘણા ફીચર્સ માટે તાઇવાનની કંપની ગોગોરો સાથે ભાગીદારી કરી છે.
નવી દિલ્હી: શુક્રવારે જ હીરો મોટોકોર્પએ જાહેરાત કરી દીધી છે કે માર્ચ 2022 માં કંપની પોતાની પ્રથમ બેટરી ચાલતું દ્વિ-ચક્રી વાહન માર્કેટમાં લાવશે. કંપનીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. દુનિયાની સૌથી મોટી દ્વિ-ચક્રી વાહન નિર્માતાએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર ખૂબ કામ કરવામાં આવી રહ્યું છે અને હીરો ઇવીનું ઉત્પાદન આંધ્ર પ્રદેશ તિચૂરમાં કરવામાં આવશે. આ વર્ષે કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરની પહેલી ઝલક જાહેર કરી છે. એપ્રિલ 2021માં હીરો મોટોકોર્પએ બેટૅરી સ્વેપિંગ ટેક્નોલોજી અને અન્ય ઘણા ફીચર્સ માટે તાઇવાનની કંપની ગોગોરો સાથે ભાગીદારી કરી છે.
Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય
હીરોની પહેલી ઇવીનો મુકાબલો
હીરો મોટોકોર્પની પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કુલ મળીને તેના કોન્સેપ્ટ પર આધારિત છે જેની ઝલક કંપનીએ થોડા સમય પહેલાં જાહેર કરી હતી. જોકે ઉત્પાદન મોડલ સાથે સિંગલ સાઇડેડ સ્વિંગ આર્મ નહી મળે, પરંતુ અહીં સંપૂર્ણપણે એલઇડી લાઇટીંગ, ચાસ્ટ ચાર્જિંગ, લાંબી રેંજ અને બેટરી બદલવાની વ્યવસ્થા મળી શકે છે. લોન્ચ્ય થયા બાદ હીરોની પ્રથમ ઇવીનો મુકાબલો પહેલાંથી બજારમાં પગ જમાવી ચૂકેલા બજાજ ચેતક ઇલેક્ટ્રિક, એથર 450એક્સ અને ટીવીએસ આઇક્યૂબ જેવા સ્કૂટર્સ સાથે થશે.
ભારતમાં લોન્ચ થઇ સૌથી વધુ પેટ્રોલ બચાવનાર કાર, શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી
આકર્ષક હશે પહેલી હીરો ઇવીની કિંમત
હીરો ભારતીય બજારમાં મુકાબલાના હિસાબે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ખૂબ આકર્ષક રહેવાની છે. અનુમાન છે કે હીરોના નવા ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરની કિંમત 1 લાખ કરતાં ઓછી હશે. ઇલેક્ટ્રિક સેગમેંટમાં જ એન્ટ્રી લઇને હીરો મોટોકોર્પના સીએફઓ, નિરંજન ગુપ્તાએ કહ્યું કે 'ટ્રાંસપોર્ટના ભવિષ્યને જોતાં નીતિગત દ્રષ્ટિએ હીરો મોટોકોર્પ ધીમે ધીમે કાર્બન મુક્ત રાહ પર મજબૂત વાહન લાવી રહી છે અને આ સેક્ટરમાં રોકાણ પણ કરી શકે છે. ગ્રીન વ્હીકલ બનાવવા માટે કંપની વ્યાપક રિસર્ચ અને ડેવલોપમેન્ટનું કામ કરી રહી છે જેમાં નીતિગત ભાગીદારી પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube