ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં અનેક કંપનીઓ અલગ અલગ પ્રયોગો કરી રહી છે. જેથી કરીને લોકોના જીવન સરળ બની શકે. આ સાથે જ ઓછા ખર્ચે તેમને સારું વાહન પણ મળી શકે. આ જ કડીમાં હવે હીરોએ પણ એક એવું ઈલેક્ટ્રિક વ્હીકલ રજૂ કર્યું છે કે તેના વિશે જાણીને તમે અચંબિત થઈ જશો. આ વાહન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર એમ બંને રીતે કામ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ થ્રી વ્હીલર સરળતાથી  ટુ વ્હીલરમાં પણ ફેરવાઈ જાય છે. એટલું જ નહીં તે એક કાર્ગો થ્રી વ્હીલર છે. બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પણ સોશિયલ મીડિયામાં આ વાહનનો એક વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરો કંપનીએ આ અનોખા ઈલેક્ટ્રિક વ્હીકલને (SURGE) નામ આપ્યું છે. આ વ્હીકલની આ SURGE S32 સિરીઝ છે. સર્જ S32 દુનિયાનું પહેલું ક્લાસ શિફ્ટિંગ વ્હીકલ છે. જે ગ્રાહકોને કમાણી કરવાની સાથે જ તેમની જીવનશૈલીને પણ સારી બનાવવાનું કામ કરે છે. ગોયંકાએ જે વીડિયો શેર કર્યો છે તેને જોઈને તમે એ વાતનો અંદાજો લગાવી શકશો કે આ કેટલી જબદસ્ત  ટેક્નોલોજીવાળું વ્હીકલ છે. હાલ તેની કિંમત અને લોન્ચિંગ ડેટ વિશે કોઈ જાણકારી જો કે સામે આવી નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube