Hero xtreme 125r specifications: લાંબા સમય પછી Hero એ 125cc સેગમેન્ટમાં સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. કંપનીએ અગ્રેસિવ ડિઝાઇન અને લુક્સ સાથે નવી 125cc બાઇક Xtreme 125R લોન્ચ કરી છે. આ બાઇકને સમગ્ર સેગમેન્ટની સરખામણીમાં સૌથી અદ્યતન ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. નવા ફીચર્સ સિવાય તેના એન્જિનની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. તેની ડિઝાઇન એટલી આકર્ષક છે કે એક વખત માટે પલ્સર 150 પણ તેની સામે ફીકી લાગવા માંડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબરી! રેલવે ભરતીની વય મર્યાદામાં 3 વર્ષની છૂટ, 31 જાન્યુઆરીથી કરો શકશો અરજી
આ બેંક દરેક એકાઉન્ટ હોલ્ડરને આપી રહી છે 53,000 રૂપિયા, તમે પણ ચૂકતા નહી તક!


Xtreme 125R ની પ્રોજેક્ટર હેડલાઇટ અને તેના સ્લિમ LED ટર્ન ઇન્ડિકેટર્સ સૌથી પહેલાં તમારું ધ્યાન આકર્ષિત કરે છે.  સામાન્ય રીતે બાઇકના હેડલાઇટ યુનિટ સાથે DRL ઉપલબ્ધ હોય છે, પરંતુ નવા Xtreme 125R માં DRL ને હેડલાઇટની ઉપર સ્ટાઇલિશ ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે. બાઇકનું હેડલાઇટ યુનિટ તેના કોઇ ફ્યૂચર વ્હીકલ હોવાનો અહેસાસ કરાવે છે.


બજેટ પહેલાં અદાણીની કંપનીઓએ કર્યો કમાલ, કલાકોમાં જ રોકાણકારોને કર્યા માલામાલ
ઇંટ્રાડે માટે ટોપ 20 સ્ટોક્સ, ટ્રેડિંગમાં થશે ધમાકેદાર નફો; ચેક કરો ટાર્ગેટ્સ


તેની મસ્કુલર ફ્યૂલ ટેંક અને શરૂથી લઇને અંત સુધી બાઇકની અગ્રેસિવ અને શાર્પ સ્ટાલિંગ તમને અહેસાસ જ નહી થવા દે કે તે 125cc ની બાઇક છે. અન્ય 125cc બાઇકની સરખામણીમાં તે એકદમ મોટી અને આકર્ષક લાગે છે. જો બાઇકને સાઈડથી જોઈએ તો તેના પહોળા ટાયર તેને પાવરફુલ લુક આપી રહ્યા છે. તેમાં સેગમેન્ટમનું પહેલું 120/80 સેક્શનનું વાઇડ ટાયર લગાવવામાં આવ્યું છે. 


આ પદ્ધતિથી ઘઉંની ખેતી કરશો તો ઘઉંનું થશે બંપર ઉત્પાદન, કૃષિ વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ


જો આપણે પાવરટ્રેન વિશે વાત કરીએ, તો તે હીરોના નવા ડેવલોપ 125cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે, જે 11.5hpનો પાવર અને 10.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. 125 સીસીની બાઇક માટે, આ પાવર આઉટપુટ સારું કહી શકાય. જો કે, પલ્સર 125ની તુલનામાં, તે પાવરની બાબતમાં થોડી પાછળ છે. તે 66kmpl ની ઇંધણ કાર્યક્ષમતાનો દાવો કરે છે. તે 5.9 સેકન્ડમાં 0-60 કિમી/કલાકની ઝડપે ગતિ પકડી શકે છે, જ્યારે તેમાં i3S નિષ્ક્રિય સ્ટોપ સ્ટાર્ટ સિસ્ટમ પણ મળે છે.


શું તમે પણ ઘર-ઓફિસના દરવાજે લીબું-મરચાં લટકાવો છો? કારણ ખબર છે કે પછી દેખાદેખી?
Shani Transit 2024: 2024 માં 3 વાર શનિ બદલશે ચાલ, આ રાશિના લોકો થઇ જશે માલામાલ


પ્રોજેક્ટર LED હેડલેમ્પ, LED બ્લિંકર્સ અને સિગ્નેચર LED ટેલ લેમ્પ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ સિવાય એક LCD ક્લસ્ટર પણ સામેલ છે, જેમાં કૉલ અને SMS એલર્ટ, ગિયર પોઝિશન ઈન્ડિકેટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.


Tour Package: રામ મંદિરના થઇ ગયા દર્શન, હવે કરો લંકાની તૈયાર, IRCTC એક કરી વ્યવસ્થા
બસ એક બટન દબાઓ અને ઘરની જગ્યા થઇ જશે ડબલ, આલીશાન છે ચાલતું ફરતું 'લક્ઝરી હાઉસ'


Xtreme 125R ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 95,000 રૂપિયા છે અને ABS સાથે તેની કિંમત 99,500 રૂપિયા છે. જો આપણે કિંમત પર નજર કરીએ તો, આ બાઇક પ્રીમિયમ 125cc સેગમેન્ટમાં TVS Raider સાથે સ્પર્ધા કરે છે. TVS Raider એ સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી 125cc બાઇક છે જે લગભગ સમાન કિંમતે આવે છે.