Hidden Camera Finder: હોટલોમાં રોકાણ કરવું લોકો માટે કોઈ પડકારથી ઓછું નથી. હિડન કેમેરાએ લોકોને ડરાવી દીધા છે. લોકો આ કારણે હોટલમાં રોકાવાથી ડરે છે. જો તમને પણ હોટલમાં રોકાવાથી ડર લાગે છે તો અમે તમને એક ગેઝેટ વિશે જણાવી રહ્યાં છીએ, જે હિડન કેમેરો ડિટેક્ટ કરી લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ છે આ ડિવાઇસ
જે ડિવાઇસની અમે વાત કરી રહ્યાં છીએ તેને હિડન કેમેરા ફાઉન્ડર કરે છે, આ એક ચેન આકારની ડિવાઇસ હોય છે, જેમાં કેટલીક એલઈડી લાઇટ્સની સાથે ઇન્ફ્રારેડ લાઇટ્સ પણ લાગેલી હોય છે. આ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે તેની અંદર પહેલાથી એક બેટરી લગાવવામાં આવે છે. જો તમારે હિડન કેમેરો શોધવો હોય તો આ ડિવાઇસને ત્યાં લઈ જવાની છે, જ્યાં છુપા કેમેરા લગાવી શકાય છે. જો તે જગ્યાએ હિડન કેમેરો છુપાવવામાં આવ્યો હસે તો આ ડિવાઇસની મદદથી દેખાય જશે અને તમે તેની ફરિયાદ કરી શકો છો. આવા લોકો પર કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચોઃ માત્ર 1599 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો


કેટલી છે કિંમત
આ ડિવાઇસને તમે ઇકોમર્સ સાઇટ્સથી ખરીદી શકો છો. વાત કરીએ તેની કિમતની તો અલગ-અલગ વેબસાઇટ પર તેની કિંમત અલગ-અલગ છે. તમે 2000 રૂપિયાથી લઈને 6000 રૂપિયા વચ્ચે ખરીદી શકો છો. આ ડિવાઇસ ખુબ કામ આવી શકે છે. તે તમારી પ્રાઇવેસી મેન્ટેન કરવાનું કામ કરે છે.