દેશમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા iOS ની સરખામણીમાં ઘણી વધુ છે. તેનો ઉપયોગ કરવો ભલે સરળ હોય પરંતુ ડેટા ચોરી થવાની શક્યતા વધુ હોય છે. જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર હોવ તો સાવધાન થઈ જાઓ. સરકાર તરફથી એલર્ટ જાહેર કરાઈ છે. સરકાર સમયાંતરે એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમમાં તપાસ કરે છે. તેમાં કોઈ પણ પ્રકારની કમી જોવા મળ્યા બાદ બગને ફિક્સ કરવા અંગે કામ કરવું પણ જરૂરી છે. જેને લઈને કરોડો યૂઝર્સ જોખમમાં છે. આવો જાણીએ કે CERT-In મુજબ મળેલા બગમાં શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Android ઓપરેટિંગ સિસ્ટમમાં મળ્યા અનેક બગ
ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ના જણાવ્યાં મુજબ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં બગ મળ્યા છે. તેમાં ફક્ત નવા જ નહીં પરંતુ જૂના એન્ડ્રોઈડ વર્ઝન પણ સામેલ છે. આ બગ એવા છે જેનાથી હેકર્સ અને સ્કેમર્સ સરળતાથી કોઈ પણ ફોનમાં ઘૂસી શકે છે. તેનાથી ફક્ત ડેટાની ચોરી જ નહીં પરંતુ બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. ફોનને હેક કર્યા બાદ તેને રિમોટલી કંટ્રોલ કરવો પણ સરળ હોય છે. 


આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ યૂઝર્સ સાવધાન!
CERT-In દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ જૂના એન્ડ્રોઈડ વર્ઝન 11,12, 12L ની સાથે સાથે નવા 13માં પણ બગ જોવા મળ્યા છે. ગૂગલ તરફથી આ બગની પુષ્ટિ પણ કરાઈ છે. એટલું જ નહીં ફ્રેમવર્ક, એન્ડ્રોઈડ સિસ્ટમ, ગૂગલ પ્લે સર્વિસ, ક્વાલકોમ ચિપ અને ક્વાલકોમ ક્લોઝ સોર્સમાં પણ કમીઓ જોવા મળી છે. 


આ રીતે ડેટાની ચોરીથી બચો
ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સમાં કમીઓ હોય ત્યારે ડેટાને સુરક્ષિત કરવો જરૂરી છે. ડેટા ચોરીથી બચવા માટે સ્માર્ટફોનને અપડેટ કરો. આ સાથે જ તમામ એપ્સને પણ નિયમિત રીતે અપડેટ કરવી જરૂરી છે. કોઈ પણ થર્ડ પાર્ટી એપને ફોનમાં ઈન્સ્ટોલ કરો નહીં. એપ્સ ફક્ત ગૂગલ પ્લે સ્ટોરથી જ ડાઉનલોડ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube