એક્સ-રે મશીનની આ વાસ્તવિકતાથી તમે ચોક્કસ હશો અજાણ, જાણો શું છે એક્સ-રે મશીનની શોધ પાછળનો ઈતિહાસ
વર્ષ 1895માં જર્મનીના વૈજ્ઞાનિક વિલ્હેમ રોન્ટગને એક્સ-રેની શોધ કરી હતી. વિલ્હેમ રોન્ટજેને કેથોડ રેડિએશન સાથે એક્સપેરિમેન્ટ કરતી વખતે એક્સ-રેની શોધ કરી હતી. તેઓ જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા તો તેમને જાણવા મળ્યું કે એક્સ-રે કરવાથી માણસની ચામડીનો અંદરનો ભાગ સ્પષ્ટ રીતે દેખાય છે.
નવી દિલ્હી: આજે કોઈપણ પ્રકારની ઈજાનું સટીક આંકલન કરવા માટે ડૉક્ટર્સ સૌથી પહેલાં એક્સ-રે કરવાની સલાહ આપે છે, પરંતુ શું તમે જાણો છોકે એક્સ-રેની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ હતી? પહેલીવાર કોણે એક્સ-રે કરાવ્યો હતો? જો નહીં તો આજે અમે તમને એ વિશે જ જણાવવા માગીએ છીએ.
કોણે કરી એક્સ-રેની શોધ?
વર્ષ 1895માં જર્મનીના વૈજ્ઞાનિક વિલ્હેમ રોન્ટગને એક્સ-રેની શોધ કરી હતી. વિલ્હેમ રોન્ટજેને કેથોડ રેડિએશન સાથે એક્સપેરિમેન્ટ કરતી વખતે એક્સ-રેની શોધ કરી હતી. તેઓ જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા તો તેમને જાણવા મળ્યું કે એક્સ-રે કરવાથી માણસની ચામડીનો અંદરનો ભાગ સ્પષ્ટ રીતે દેખાય છે. આ શોધ કરનાર વિજ્ઞાની વિલ્હેમ કોનરાડ રોન્ટગનને 1901માં ભૌતિકશાસ્ત્રનું સૌ પ્રથમ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
કેવી રીતે થઈ એક્સ-રેની શોધ?
એક્સ-રે મશીનની શોધ પાછળ પણ રોચક ઇતિહાસ છે. એક્સ-રેની શોધ અન્ય શોધ વખતે અકસ્માતે થઈ હતી. રોન્ટગન વેક્યુમ ટ્યુબ પર પ્રયોગો કરી રહ્યા હતા ત્યારે તેનાથી અજાણતા જ આ શોધ થઈ હતી. તેમણે એક સપ્તાહ સુધી તેમની પત્નીના હાથના એક્સ-રે ચિત્રો મેળવ્યાં હતાં અને પછી આ શોધ થયાની જાહેરાત કરી હતી. આ કિરણોની સંપૂર્ણ ઓળખ થઈ શકી ન હોવાથી તેનું નામ એક્સ-રે આપવામાં આવ્યું હતું.
દુનિયાની જરૂરિયાત બન્યા એક્સ-રે
એક રિપોર્ટ અનુસાર આજે દુનિયાભરમાં દરેક સેકન્ડે 100થી વધુ એક્સ-રે થાય છે એટલે કે વર્ષમાં 4 અરબથી પણ વધારે એક્સ-રે કરાવવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube