નવી દિલ્હી: HMD Global એ ભારતમાં કેટલાક ફીચર ફોન્સ લોન્ચ કર્યા છે. આ હેન્ડસેટને સત્તાવાર રીતે Nokia 105 અને Nokia 105 Plus કહેવામાં આવે છે. પહેલો 4th જનરેશન નોકિયા 105 છે, જ્યારે પછીની સીરીઝમાં પહેલો પ્લસ મોડલ છે. બંને ફોન દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે આવે છે. આવો જાણીએ Nokia 105 અને Nokia 105 Plus ની કિંમત અને ફીચર્સ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia 105 And Nokia 105 Plus Price In India
Nokia 105 અને Nokia 105 Plus ની કિંમત ક્રમશ: 1,299 રૂપિયા અને 1,399 રૂપિયા છે. બંને ચારકોલ અને એક વિશેષ રંગ વિકલ્પમાં આવે છે. તેને જલદી જ રિટેલ આઉટલેટ, Nokia.com અથવા ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે. 100 રૂપિયા વધુ માટે પ્લસ વેરિએન્ટ એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ  (32GB) ને સપોર્ટ કરે છે. આ એમપી3 પ્લેયર અને ઓટો કોલ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે આવે છે. 


Nokia 105 And Nokia 105 Plus Specifications
બંને એકબીજાના સમાન છે. તે એક પોલી કાર્બોનેટ બોડી, એક ટી9 કીપેડ અને એક નાનકડી એલસીડી સ્ક્રીન સાથે આવે છે. ફોન 2000 કોન્ટેક્ટ્સ અને 500 ટેક્સ મેસેજ સુધી સ્ટોર કરી શકે છે. તે એક બિલ્ટ-ઇન એલઇડી ટોર્ચ સપોર્ટ કરે છે અને વાયરલેસ એફએમ રેડિયો સાથે સાથે ક્લાસિક ગેમનું સમર્થન કરે છે. 


Nokia 105 And Nokia 105 Plus Battery
HMD Global 18 દિવસના સ્ટેન્ડબાય ટાઇમ અને 12 કલાક સુધી ટોકટાઇમ આપવાનો દાવો કરે છે. તે 1.5 કલાકમાં ફૂટ ચાર્જ થવા માટે રેટેડ છે. Nokia 105 અને Nokia 105 Plus 1 વર્ષની રિપ્લેસમેંટ ગેરેન્ટી સાથે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube